આ પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કરી નવી ચેતવણી

હવામાન વિભાગનું અનુમાન છે કે બંગાળની ખાડી પર ઓછા દબાણનું ક્ષેત્ર બનવાથી ઘણા રાજ્યોમાં વરસાદ પડશે. તેમાં દક્ષિણ ભારતના રાજ્યો મુખ્યત્વે સામેલ છે. 
 

આ પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન  વિભાગે જાહેર કરી નવી ચેતવણી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આ સપ્તાહે દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીનું કહેવું છે કે મંગળવાર સુધી બંગાળની ખાડી પર ઓછા દબાણનું ક્ષેત્ર બની જશે. આ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ વધશે. 16 નવેમ્બર સુધી ઓછા દબાણના ક્ષેત્રને કારણે સમુદ્રી વિસ્તારમાં વરસાદ શરૂ થઈ જશે. તો દક્ષિણ ભારતમાં 15 નવેમ્બરથી ભારે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. 

આગામી પાંચ દિવસ માટે ચેતવણી
આગામી પાંચ દિવસ સુધી અંડમાન નિકોબાર દ્વીપસમૂહમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. ઘણી જગ્યા પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તમિલનાડુ, પુડુચેરી, કારાયકલ, કેરલ, સમુદ્રી આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ સરકારે માયિલાદુથુરાઈ ડિલેમાં 14 નવેમ્બરે સ્કૂલ અને કોલેજ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારે વરસાદના એલર્ટને કારણે આ જાહેરાત કરવામાં આવી છે. 

આ જગ્યા પર ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે 13 અને 14 નવેમ્બર માટે તમિલનાડુ, પુડુચેરીના ઘણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે વરસાદનું અનુમાન છે. તમિલનાડુ અને પુડુચેરીના કુડ્ડાલોર, વિલુપુરમ, ચેંગલપટ્ટૂ અને કાચીપુરમમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય તિરૂપત્તુર, વેલ્લોર, રાનીપેટ, તિરૂવલ્લુર,ચેન્નઈ, કાલાકુરિચિ, તિરૂવરૂર, અરિયાલુર, નાગાપટ્ટનમ અને તંજાવુર જિલ્લામાં પણ હળવો વરસાદ થઈ શકે છે. 

હવામાન વિભાગે 15 નવેમ્બરે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદની ભવિષ્યવાણી કરી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સમુદ્રી વિસ્તારમાં 15 નવેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તરપૂર્વના અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 17 નવેમ્બરે વરસાદ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news