દિલ્હીમાં AAPની બમ્પર જીતથી મમતા ગદગદ, અખિલેશે કહ્યું- હવે BJP કોઈ 'બાગ' યાદ નહીં રાખે

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. પરિણામો જોતા અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે તે નક્કી છે.

દિલ્હીમાં AAPની બમ્પર જીતથી મમતા ગદગદ, અખિલેશે કહ્યું- હવે BJP કોઈ 'બાગ' યાદ નહીં રાખે

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. પરિણામો જોતા અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે તે નક્કી છે. આ પરિણામથી આમ આદમી પાર્ટીના નેતાઓ  અને કાર્યકરો તો ખુશ છે જ પરંતુ વિરોધી પાર્ટીઓ પણ ખુશખુશાલ છે. વિરોધી પાર્ટીઓ માટે આમ આદમી પાર્ટીની જીતથી વધુ ભાજપની હારની ખુશી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ પાઠવી છે. 

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવું છું. ધૃણા, દગો, અને વિધ્વંસના રાજકારણને ફગાવવા બદલ દિલ્હીવાળાઓનો આભાર પણ વ્યક્ત કરું છું. આ ચૂંટણીના પરિણઆમો બાદ ભાજપ કોઈ બાગને યાદ કરશે નહીં. 

— ANI (@ANI) February 11, 2020

અખિલેશ યાદવે કહ્યું કે દિલ્હીના પરિણામનો સંદેશ સમગ્ર દેશમાં જશે. તેમણે કહ્યું કે દેશની જનતા હવે એકવાર ફરીથી ખેડૂતો, ગરીબો, યુવાઓ, વિકાસ અને ખુશહાલી માટે મતદાન કરશે. નફરતનું રાજકારણ ભાજપ ઘણા દિવસથી રમી રહ્યો છે અને તેમાં તે અસફળ રહેશે. 

આ બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ કેજરીવાલને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટર એકાઉન્ટથી લખ્યું કે અરવિંદ કેજરીવાલને શુભેચ્છા. દિલ્હીના પરિણામો બતાવે છે કે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. નફરતભર્યા ભાષણ અને વિભાજનકારી રાજકારણ રમનારાઓ માટે આ એક ચેતવણી છે. જનતાના વચનો પૂરા કરનારાઓને જ ઈનામ મળશે. 

— Mamata Banerjee (@MamataOfficial) February 11, 2020

અત્રે જણાવવાનું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીની 70 બેઠકોના ટ્રેન્ટ સ્પષ્ટ જણાવી રહ્યાં છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ભાજપ 8 બેઠકો પર તો આમ આદમી પાર્ટી 62 બેઠકો મેળવી શકે તેમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news