એરસેલ-મેક્સિસ ડીલ: CBI-ED કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિને મળ્યા આગોતરા જામીન 

એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાહત આપી છે.

એરસેલ-મેક્સિસ ડીલ: CBI-ED કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિને મળ્યા આગોતરા જામીન 

નવી દિલ્હી: એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાહત આપી છે. કોર્ટે ઈડી અને સીબીઆઈ કેસમાં કાર્તિ અને પી ચિદમ્બરમને આગોતરા જામીન આપી દીધા છે. કોર્ટે આગોતરા જામીન એક-એક લાખના પર્સનલ બોન્ડ પર આપ્યા છે. કોર્ટે કાર્તિ અને પી ચિદમ્બરમને ઈડી અને સીબીઆઈ તપાસમાં સહયોગ કરવાનું કહ્યું છે. હકીકતમાં આ આગોતરા જામીનનો ઈડી અને સીબીઆઈ વિરોધ કરી રહી હતી. ઈડી અને સીબીઆઈનું કહેવું હતું કે તેમને તપાસને આગળ વધારવા અને આરોપીઓની પૂછપરછ કરવા માટે કસ્ટડીની જરૂર છે અને આવામાં આરોપીઓની ધરપકડ પર લાગેલી રોક હટવી જોઈએ. 

કોર્ટે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે અત્યાર સુધી સરકારી મંજૂરી ન લેવા બદલ તપાસ એજન્સી સીબીઆઈ અને ઈડીને ફટકાર પણ લગાવી. કોર્ટે તપાસ એજન્સીઓને ફટકાર લગાવતા કહ્યું હતું કે જો કેસની સુનાવણી સુધી ચાર્જશીટમાં નોંધાયેલા નામો વિરુદ્ધ સરકાર પાસેથી કાર્યવાહી માટે મંજૂરી ન મળી તો કોર્ટ તપાસ એજન્સીઓ તરફથી દાખલ કરાયેલી ચાર્જશીટને ધ્યાનમાં લેશે નહીં. 

જુઓ LIVE TV

ગત સુનાવણીમાં પી ચિદમ્બરમ પર કેસ ચલાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ઈડી અને સીબીઆઈ તરફથી દાખલ કરાયેલી ચાર્જશીટ પર પટિયાલા હાઉસ કોર્ટે અવલોકન કરવાનું છે. ઈડી અને સીબીઆઈએ કાર્તિ અને પી ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. 

એરસેલ-મેક્સિમ કેસમાં દાખલ થઈ હતી ચાર્જશીટ
એરસેલ-મેક્સિસ કેસમાં સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આરોપી બનાવીને તેમના વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં કહેવાયું હતું કે ચિદમ્બરમે નાણા મંત્રી હતાં ત્યારે પોતાના પાવરનો ખોટો ઉપયોગ કર્યો. તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ 120બી અને પીસી એક્ટની કલમ 7, 1212(2) હઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલે કુલ 18 લોકોને આરોપી બનાવીને તેમના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જ્યારે ઈડીએ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news