હવે પાણીની જેમ પૈસાથી વેચાશે હવા, વિશ્વના કોઈપણ ખૂણે તમને મળશે તમારા ઘરની હવા, જાણો શું હશે કિંમત

કોરોના કાળમાં લોકો માસ્ક પહેરતા થયાં છે. દુનિયાભરમાં હાહાકાર મચાવનારો કોવિડ-19 વાયરસ હવામાં પણ ફેલાય છે. ત્યારે શું તમે ક્યારે વિચાર્યું છેકે, પાણીની જેમ માર્કેટમાં શુદ્ધ હવા પણ વેચાઈ શકે છે.પરંતુ હવે કોરોના કાળ, ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણના પાપે હવે બજારમાં શુદ્ધ હવા પણ વેચાઈ રહી છે. જેમાં તમને કોઈ પણ સ્થળે પોતાના ઘરની શુદ્ધ હવા મળી રહેશે.

  • પાણીની જેમ હવે હવાનું પણ થશે વેચાણ
  • બોટલમાં મેળવો તમારી મનપસંદ હવા
  • દુનિયાના કોઈ પણ ખેણે મળશે તમારા ઘરની હવા
  • શહેરમાં અનુભવાશે ગામડાનું વાતાવરણ
  • હવે પ્રદૂષિત હવાથી મળશે મુક્તિ

Trending Photos

હવે પાણીની જેમ પૈસાથી વેચાશે હવા, વિશ્વના કોઈપણ ખૂણે તમને મળશે તમારા ઘરની હવા, જાણો શું હશે કિંમત

નરેશ ધારાણી, અમદાવાદઃ વધતા પ્રદૂષણ અને આધુનિકરણથી હવે હવા પ્રદૂષિત થઈ ગઈ છે.ત્યારે પાણીની જેમ હવે હવા પણ વેચાશે.તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હશો ત્યાં તમે જ્યાંની હવા ઈચ્છતા હશો તે મળી રહેશે.આજે માર્કેટમાં વિવિધ બ્રાંડની બોટલમાં શુદ્ધ પાણી વેચાઈ રહ્યું છે.નાનીથી લઈને મોટી બોટલો પાણી બજારમાં ઉપલબ્ધ છે.જો કે આજના યુગ મુજબ હવે શુદ્ધ હવા પણ મેળવવી મુશ્કેલી છે.વધતા આધુનિકરણથી હવા દિનપ્રતિદિન પ્રદૂષિત થઈ રહી છે.લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.કેમ કે હવે તમે શુદ્ધ, તાજી, પ્રદૂષણ મુક્ત પહાડી હવા તમે લઈ શકો છો. પરંતુ તેના માટે તમારે ચૂકવવી પડશે તગડી રકમ.

હવે તમે ગમે ત્યાં પોતાના વતનની હવા મળશે
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો ખતરનાક સ્ટ્રેન મળ્યા પછી ફરી લોકડાઉન લાગૂ કરવાની ફરજ પડી.ક્રિસમસ પર લગાવેલા આ લોકડાઉનને કારણે બ્રિટનના ઘણા લોકો પોતાના ઘરોથી દૂર રહ્યા..જેથી લોકોને પોતાના ઘર જેવી હવા મળી રહે તેના માટે બ્રિટનની એક કંપની ખાસ ઓફર લઈને આવી.આ કંપની બ્રિટનની ઘણી જગ્યાઓની શુદ્ધ હવાને બોટલોમાં ભરીને વેચી રહી છે.જેની 500 MLની બોટલની શુદ્ધ હવાની કિંમત આશરે 2400 રૂપિયા છે.કંપનીનો દાવો છે કે બોટલમાં બંધ હવાને સુંઘીને પળભરમાં લોકો સેંકડો કિલોમીટર દૂર તેમના ઘરે પહોંચી જશે. તેમને એવું પણ લાગશે કે દૂર હોવા છત્તાં માનસિક રીતે તેઓ પોતાના ઘરમાં જ છે.

દિલ્લીમાં પણ વેચાય છે પહાડોની શુદ્ધ હવા
દિલ્લીનું વાતવરણ સૌથી વધારે ખરાબ માનવામાં આવે છે.જેથી કેટલીક કંપનીઓ દેશ-વિદેશની શુદ્ધ હવા દિલ્લીમાં વેચી રહી છે.જેવી રીતે અન્ય સામાન તમે ઓનલાઈન ખરીદો છો. તેવી જ રીતે હવા પણ તમે સરળતાથી ઘરે મંગાવી શકો છો.અને ઘરે બેઠા પહાડોની શુદ્ધ હવા મળતા ઝેરી હવાથી છૂટકારો મેળવી શકો છો.

દેશની કંપનીઓ પણ કરે છે હવાનું વેચાણ
તમને લાગતું હશે કે હવા વેચવાનો કારોબાર વિદેશી કંપનીઓ જ કરે છે.તો એવું બિલકુલ નથી. અનેક દેશી કંપનીઓ પણ શુદ્ધ હવા વેચવાનો કારોબાર કરી રહી છે. તેમાં હવા લિટર પ્રમાણે મળશે.એક ભારતીય કંપની ઉત્તરાખંડના પહાડી વિસ્તાર ચમોલીની શુદ્ધ હવા વેચી રહી છે. કંપનીની 550 રૂપિયાની 10 લિટર હવાથી તમે 160 વખત શ્વાસ લઈ શકો છો. જ્યારે ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ બે સાઈઝમાં હવાની બોટલ લોન્ચ કરી છે. એક બોટલ 7.5 લિટર છે. તેની કિંમત 1499 રૂપિયા છે. જ્યારે કંપની 15 લિટર હવાની બોટલ વેચી રહી છે જેની કિંમત 1999 રૂપિયા છે.

પોતાની પસંદની હવાના શું છે ફાયદા?
તમે વિચારશો કે કોઈ ખાસ જગ્યાની હવા સુંગંદથી શું ફરક પડશે.પરંતુ એવું કહેવાય છે કે વ્યક્તિનું નાક 10 હજાર જેટલી અલગ અલગ પ્રકારની સુંગંધ પારખવાની ક્ષમતા રાખે છે.જેને આપણું મગજ કોઈ ખાસ જગ્યાની સુંગંધને ત્યાંની યાદો સાથે જોડી દે છે.મગજમાં સુંગધ અને સ્મરણ સંગ્રહણ કરના ભાગ એકસાથે કામ કરે છે..આ જ કારણ છે કે આપણી 75 ટકા ભાવનાઓ કોઈ ને કોઈ સુંગંધ પર આધારિત હોય છે.

ખાસ પ્રકારની સુંગધનો મગજમાં સંગ્રહ થાય છે
તમારા ઘર પાસે કોઈ ખાસ સુંગંધ છે તો તમારું મગજ તેને ઘરની યાદો સાથે જોડી દે છે.જેથી કોઈ પણ શહેરમાં અથવા કોઈ પણ જગ્યાએ આ સુગંધ મળે તો તમને ઘરની યાદ આવશે.તમારું મગજ તમે તમારા ઘરમાં હોવાનો અહેસાસ કરાવશે.આ ભાવના અસ્થાયી હશે. પરંતુ થોડાક સમય માટે તમે તમારા ઘરમાં છો તેવું લાગશે.આ બોટલમાં બંધ હવાનો ફોર્મ્યુલા માત્ર એ શહેરો પર લાગુ થાય છે જ્યાંની હવા શુદ્ધ છે.

શુદ્ધ અને તાજી હવાની બોટલ જ નહીં પંપ પણ મળી રહ્યો છે. આ હવાના પંપ માસ્ક જેવા જ હોય છે. માસ્કને મોઢા ઉપર સેટ કરી તમે બોટલ પર લાગેલ બટન પુશ કરી સરળતાથી તાજી હવા લઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news