'હિન્દુઓને સત્તામાં લાવવાના છે', રાહુલના નિવેદન પર ઓવૈસીનો સવાલ- શું આ 'સેક્યુલર' એજન્ડા છે?

જયપુરમાં મોંઘવારી હટાવો રેલીમાં હિન્દુ અને હિન્દુત્વવાદીને લઈને આપવામાં આવેલા રાહુલ ગાંધીના નિવેદન પર એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તીખો સવાલ કર્યો છે.

'હિન્દુઓને સત્તામાં લાવવાના છે', રાહુલના નિવેદન પર ઓવૈસીનો સવાલ- શું આ 'સેક્યુલર' એજન્ડા છે?

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીને લઈને હિન્દુનો એજન્ડા પકડી લીધો છે. તેને લઈને જયપુરમાં કોંગ્રેસે મોંઘવારી હટાવો રેલી પણ કાઢી છે. તેમાં રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વવાદીને લઈને એક નિવેદન આપ્યું છે. તેમાં તેમણે કહ્યું કે, હવે હિન્દુઓને સત્તામાં લાવવાના છે, હિન્દુવાદીઓને નહીં. આ નિવેદન બાદ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક સવાલ કર્યો. તેમણે પૂછ્યુ કે શું કોંગ્રેસે આ સેક્યુલર એજન્ડા નક્કી કર્યો છે. 

જયપુરમાં મોંઘવારી હટાવો રેલીમાં હિન્દુ અને હિન્દુત્વવાદીને લઈને આપવામાં આવેલા રાહુલ ગાંધીના નિવેદન પર એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તીખો સવાલ કર્યો છે. તેમણે આ મામલે એક ટ્વીટ કર્યુ છે. તેમાં લખ્યુ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસે મળીને હિન્દુત્વ માટે જમીન તૈયાર કરી છે. તેમણે કહ્યું કે, હવે તે બહુસંખ્યકવાદનો પાક લણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યુ કે, વર્ષ 2021માં હિન્દુઓને સત્તામાં લાવવાનો ધર્મનિરપેક્ષ એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. વાહ! આ સાથે ઓવૈસીએ કહ્યુ કે, ભારત બધાનું છે. આ દેશ માત્ર હિન્દુઓનો નથી. ઓવૈસીએ કહ્યુ કે, ભારત તમામ ધર્મના લોકોનો છે અને તે લોકોનો પણ છે, જેનો કોઈ ધર્મમાં વિશ્વાસ નથી. 

જયપુરમાં બોલ્યા રાહુલ ગાંધી
રાજસ્થાનમાં કોંગ્રેસે આજે મોંઘવારી વિરુદ્ધ મહારેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ એકવાર ફરી હિન્દુ અને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ- બે શબ્દોનો એક અર્થ ન હોઈ શકે. દરેક શબ્દનો અલગ અર્થ થાય છે. એક હિન્દુ- બીજો હિન્દુત્વવાદી. હું હિન્દુ છું પરંતુ હિન્દુવાદી નહીં. મહાત્મા ગાંધી- હિન્દુ, ગોડસે- હિન્દુવાદી. 

રાહુલ ગાંધીએ કહ્યુ, 'બે જીવોની એક આત્મા ન હોઈ શકે, તેમ બે શબ્દોનો એક અર્થ ન થઈ શકે, દરેક શબ્દનો અલગ અર્થ થાય છે, દેશની રાજનીતિમાં આજે બે શબ્દોનું અંતર છે, આ બે શબ્દોનો અર્થ અલગ છે, એક શબ્દ હિન્દુ અને બીજો શબ્દ હિન્દુત્વવાદી, આ એક શબ્દ નથી, આ બંને અલગ છે, હું હિન્દુ છું પરંતુ હું હિન્દુત્વવાદી નથી.'

તેમણે કહ્યું- 'હિન્દુ અને હિન્દુત્વવાદી વચ્ચે ફરક સમજાવુ છું. મહાત્મા ગાંધી હિન્દુ અને ગોડસે હિન્દુત્વવાદી, ભલે ગમે તે થઈ જાય હિન્દુ સત્યને શોધે છે, મરી જાય, કપાય જાય, હિન્દુ સત્ય શોધે છે, તેની જિંદગી સત્ય શોધવામાં નિકળે છે, મહાત્મા ગાંધીએ પોતાનું જીવન સત્ય શોધવામાં કાઢ્યુ, અંતમાં હિન્દુત્વવાદીએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news