'શિયાળામાં સ્વાઇન ફ્લૂની જેમ ઝડપથી ફેલાય શકે છે કોરોના'. એમ્સના ડાયરેક્ટરે કર્યા એલર્ટ


ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે.

'શિયાળામાં સ્વાઇન ફ્લૂની જેમ ઝડપથી ફેલાય શકે છે કોરોના'. એમ્સના ડાયરેક્ટરે કર્યા એલર્ટ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, યૂપી સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. પરિણામ તે છે કે દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં. 

સ્વાઇન ફ્લૂની જેમ ઝડપથી ફેલાશે કોરોના
ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા અભ્યાસ કરવામાં આવ્યો છે. 

— ANI (@ANI) October 22, 2020

'પ્લાઝ્મા થેરાપીની સફળતા પર કંઈ બોલવું  હજુ ઉતાવળ'
બીજી તરફ ડો. રણદીપ ગુલેરિયાએ આઈસીએમઆરના તે દાવા પર પણ પ્રતિક્રિયા આપી જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરાપીથી કોવિડથી થતાં મોતોમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું- આ ઉતાવળ હશે. હજુ અમારે વધુ ડેટાની રાહ જોવી જોઈએ. આઈસીએમઆરના અભ્યાસમાં જે દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી મોટાભાગના પહેલાથી એન્ટીબોડી હતા. જો તમારામાં પહેલાથી એન્ટીબોડી છે તો બહારથી તેને આપવાથી કોઈ ખાસ લાભ થતો નથી. 

પ્લાઝમા બધા માટે લાભકારી, તે દાવો કરવો ખોટો
તેમણે કહ્યું, પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથી. અમારે તેનો ત્યાં ઉપયોગ કરવાનો છે જ્યાં તેની ખુબ જરૂર છે. તે દાવો કરવો ખોટો છે કે તે બધા માટે લાભકારી છે. કોવિડથી આપણે શીખ્યું છે કે સારવારમાં યોગ્ય સમયનું ખાસ મહત્વ છે. 

બિહારઃ કોંગ્રેસ ઓફિસ પર આઈટીના દરોડા, કારમાં મળ્યા 8 લાખ રૂપિયા  

પ્રધાનમંત્રીએ કહ્યું-  જ્યાં સુધી વેક્સિન નહીં સાવધાની જરૂરી
મંગળવારે સાંજે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કબીરદાસના દોહા 'પકી ખેતી દેખિકે, ગરબ કિયા કિસાન. અજહૂં ઝોલા બહુત હૈ, ઘર આવૈ તબ જાન..'નો ઉલ્લેખ કરતા સમજાવ્યું કે, પાકો પાક જોઈને કેટલાક લોકો અતિ આત્મવિશ્વાસથી ભરાય જાય છે કે હવે તો કામ થઈ ગયું. પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ સફળતા ન મળી જાય, ત્યાં સુધી બેદરકારી ન કરવી જોઈએ. જ્યાં સુધી આ મહામારીની વેક્સિન ન આવી જાય, આપણે આ લડાઈને નબળી પડવા દેવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news