Agniveer Recruitment 2022: નૌસેનામાં અગ્નિવીરોની ભરતી માટે 1 જુલાઈથી શરૂ થશે અરજી, જાણો પૂરો કાર્યક્રમ
Agnipath Scheme Protest: 2022 અગ્નિવીર બેચ માટે 1 જુલાઈથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ Agnipath Scheme: અગ્નિપથ યોજના હેઠળ શરૂ થનારી અગ્નિવીર ભરતીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. સૂચના અનુસાર 1 જુલાઈથી ઉમેદવાર બે કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરી શકશે. તો ભરતી પ્રક્રિયાનું વાર્ષિક કેલેન્ડર 25 જૂન એટલે કે આજે પ્રકાશિત કરવામાં આવશે. જ્યારે 1 જુલાઈથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવશે. માહિતી અનુસાર 2022 બેચ માટે 9 જુલાઈએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
2022 અગ્નિવીર બેચ માટે અરજી 15થી 30 જુલાઈ સુધી કરી શકાશે. તો અગ્નિવીરની પસંદગી માટે પરીક્ષા અને શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ ઓક્ટોબરના મધ્યમાં થશે. મહત્વનું છે કે નૌસેનામાં બે પ્રકારના અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. પ્રથમ છે અગ્નિવીર SSR (અગ્નિવીર સીનિયર સેકેન્ડરી રિક્રૂટમેન્ટ) તે હેઠળ 10+2 યુવાનોને લેવામાં આવશે. તો બીજી કેટેગરી MR છે, જેમાં ધોરણ 10 પાસ ઉમેદવારોને અરજી કરવાની તક મળશે. તો SSR પદ માટે માત્ર સાયન્સ સ્ટ્રીમમાં ધોરણ 12 પાસ લોકો અરજી કરી શકશે.
આ પણ વાંચો- Maharashtra Crisis: શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવને આપવામાં આવ્યા તમામ પાવર, આ પ્રસ્તાવ પાસ
અગ્નિપથ યોજના શું છે?
અગ્નિપથ યોજના ભારતીય સશસ્ત્ર દળો સાથે જોડાયેલી એક એવી યોજના છે જેમાં સિલેક્ટેડ ઉમેદવારને ચાર વર્ષના સમગાળા માટે અગ્નિવીરના રૂપમાં સેવા કરવા માટે લેવામાં આવશે. ચાર વર્ષ પૂરા થયા બાદ આ અગ્નિવીર એક અનુશાસિત, ગતિશીલ, પ્રેરિત અને કુશલ શ્રમશક્તિના રૂપમાં અન્ય ક્ષેત્રોમાં રોજગાર મેળવવાના ઉદ્દેશ્યથી પોતાની પસંદગીના ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવાના હેતુથી સમાજમાં પરત ફરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે