વક્ફ બિલ બાદ લેટરલ એન્ટ્રી મુદ્દે પણ પીછેહટ! 20 વર્ષ બાદ ભાજપે ચાખ્યો ગઠબંધન રાજકારણનો સ્વાદ
ચાર વર્ષની અંદર આ બે ઘટનાઓ દર્શાવે છે કે કેન્દ્રમાં સરકારના કામ કરવાની પદ્ધતિ બદલાઈ છે. આવું કેમ થયું? 2020માં તો ભાજપને પંજાબના પ્રમુખ સહયોગી શિરોમણી અકાલી દળ સાથે સંબંધ તોડવામાં પણ કોઈ ફરક પડ્યો નહતો. પરંતુ 2024માં જેવા સાથી પક્ષોનું મહત્વ વધ્યું કે તેવર જોવા મળવા લાગ્યા. ભાજપે આખરે દબાણ આગળ ઝૂકવું પડ્યું.
Trending Photos
બે ઘટનાઓથી દેશના રાજકારણમાં જે ફેરફાર જોવા મળી રહ્યો છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. સપ્ટેમ્બર 2020માં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ખેતી સંબંધિત ત્રણ નવા કાયદા લાવે છે. એક વર્ષમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ દબાણ આગળ નતમસ્તક થઈને નરેન્દ્ર મોદી સરકાર તે કાયદા પાછા ખેંચી લે છે. પછી ઓગસ્ટ 2024માં UPSC લેટરલ એન્ટ્રી દ્વારા 45 પદોને ભરવાની વિજ્ઞપ્તિ આપે છે અને આ વખતે પણ વિરોધ થાય છે પરંતુ અહીં સરકાર બે દિવસમાં જ ઘૂંટણિયે પડે છે. UPSCને તે ભરતી રદ કરવાનું કહેવાય છે. થોડા દિવસ પહેલા જ સરકારે દબાણ આગળ ઝૂકીને વક્ફ (સંશોધન) બિલને સંસદની સંયુક્ત સમિતિમાં મોકલ્યું હતું.
ચાર વર્ષની અંદર આ બે ઘટનાઓ દર્શાવે છે કે કેન્દ્રમાં સરકારના કામ કરવાની પદ્ધતિ બદલાઈ છે. આવું કેમ થયું? 2020માં તો ભાજપને પંજાબના પ્રમુખ સહયોગી શિરોમણી અકાલી દળ સાથે સંબંધ તોડવામાં પણ કોઈ ફરક પડ્યો નહતો. પરંતુ 2024માં જેવા સાથી પક્ષોનું મહત્વ વધ્યું કે તેવર જોવા મળવા લાગ્યા. ભાજપે આખરે દબાણ આગળ ઝૂકવું પડ્યું.
ગઠબંધન રાજકારણ આગળ મજબૂર ભાજપ
2020માં જ્યાં ભાજપ પાસે પોતાના દમ પર બહુમત હતો, 2024માં એનડીએની અંદર તેની હાલત નબળી પડી ચૂકી છે. ત્યારે 300થી વધુ લોકસભા સીટોના દમ પર મક્કર રહેનાર ભાજપ હવે ફક્ત 240 સીટો સાથે ગઠબંધનના સહયોગીઓ આગળ નતમસ્તક થવા મજબૂર છે. 2014માં પણ ભાજપે પોતાના દમ પર બહુમત મેળવ્યું હતું. એટલે કે ભાજપે લગભગ બે દાયકા બાદ કેન્દ્રની સત્તામાં ગઠબંધન પોલીટિક્સનો સ્વાદ ચાખવો પડી રહ્યો છે.
સહયોગીઓનું દબાણ
વક્ફ બિલનો મામલો જ લઈ લો. આ મહિનાની શરૂઆતમાં જેડી(યુ), એલજેપી (રામવિલાસ) અને ટીડીપી સહિત ભાજપના અનેક સહયોગી પક્ષોએ વક્ફ (સંશોધન) બિલમાં પ્રસ્તાવિત વ્યાપક ફેરફારોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સરકારે બિલને સંસદની સંયુક્ત સમિતિ પાસે મોકલી દીધુ. મંગળવારે કેન્દ્ર સરકાર ફરીથી પોતાના બે સહયોગીઓ જેડીયુ અને એલજેપી આગળ ઝૂકી ગઈ. એક દિવસની અંદર જ લેટરલ એન્ટ્રી દ્વારા 45 પ્રમુખ પદોની ભરતીની જાહેરાત પાછી ખેંચાઈ. જેવી UPSC એ ભરતી રદ કરવાની જાહેરાત કરી કે સહયોગી પક્ષો તેને પોતાની જીત બતાવવામાં લાગી ગયા.
ક્રેડિટ લેવા લાગ્યા સાથી પક્ષો
એલજેપી (રામવિલાસ)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રવક્તા એ કે બાજપેયીએ તેને ગઠબંધન રાજકારણની જીત ગણાવી. તેમણે કહ્યું કે અમને ખુશી છે કે પ્રધાનમંત્રી મોદીએ અમારી ચિંતાઓ પર ધ્યાન આપ્યું અને લેટરલ એન્ટ્રી જાહેરાત પાછી ખેંચવાનો આદેશ આપ્યો. અમે આ પગલાંનો વિરોધ કરનારા પહેલા વ્યક્તિ હતા અને તર્ક આપીએ છીએ કે અનામત વગર આમ કરી શકાય નહીં. આ ગઠબંધન રાજકારણની જીત છે.
જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કે સી ત્યાગીએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું કે અમે તેનું સ્વાગત કરીએ છીએ. અમે પીએમનો અમારી ચિંતાઓ ધ્યાનમાં લેવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. આ નીતિશકુમારના નેતૃત્વવાળા સામાજિક ન્યાય આંદોલનની જીત છે. તેઓ ફરીથી દેશમાં સામાજિક ન્યાયની તાકાતોના ચેમ્પિયન તરીકે ઊભર્યા છે.
ભાજપ જોખમ ખેડવા નથી માંગતુ
લેટરલ એન્ટ્રીથી ભરતીમાં કોઈ પણ પ્રકારનું અનામત અપાયું નહતું. વિપક્ષ સાથે સહયોગી પક્ષો પણ તેને સામાજિક ન્યાય વિરુધ્ધ ગણાવતા હતા. ભાજપને આ પીચ પર લોકસભાની ચૂંટણીમાં ખુબ નુકસાન થઈ ચૂક્યું છે એટલે હવે તે કોઈ પણ જોખમ લેવા માંગતું નથી. UPSCની જાહેરાત શનિવારે આવી હતી અને વિપક્ષે રવિવારે સવાલ ઉઠાવ્યો તો સરકારે શરૂઆતમાં તો ભરતીનો બચાવ કર્યો. પરંતુ જેવું નરેટિવ અનામતની આગળ પાછળ જતું લાગ્યું કે સરકારે પીછે હટનો વિકલ્પ લઈ લીધો અને લેટરલ એન્ટ્રીમાં કોટા લાગૂ કરીને એક પગલું આગળ વધાર્યું છે. આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા જેવા મોટા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. અહીં કોટામાં સીધી ભાગીદારીવાળા મોટા મતવિસ્તારો છે અને આવામાં ભાજપ કોઈ પણ જોખમ લેવા નહીં ઈચ્છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે