મહારાષ્ટ્ર: મત આપતા પહેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા આદિત્ય ઠાકરે, વરલી સીટથી લડી રહ્યાં છે ચૂંટણી

શિવસેનામાં ઠાકરે પરિવાર તરફથી પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આદિત્ય ઠાકરેએ આજે સિદ્ધિવિનાયક મંદિર પહોંચીને સૌથી પહેલા બાપ્પાના દર્શન કર્યાં.  તેઓ વરલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં નવજીવન વિદ્યા મંદિર શાળામાં મતદાન કરશે. તેમના વોટિંગ સેન્ટર પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળી રહ્યાં છે. 

મહારાષ્ટ્ર: મત આપતા પહેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા આદિત્ય ઠાકરે, વરલી સીટથી લડી રહ્યાં છે ચૂંટણી

મુંબઈ: શિવસેનામાં ઠાકરે પરિવાર તરફથી પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આદિત્ય ઠાકરેએ આજે સિદ્ધિવિનાયક મંદિર પહોંચીને સૌથી પહેલા બાપ્પાના દર્શન કર્યાં.  તેઓ વરલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં નવજીવન વિદ્યા મંદિર શાળામાં મતદાન કરશે. તેમના વોટિંગ સેન્ટર પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળી રહ્યાં છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election 2019)ની 288 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન કરવા માટે પહોંચેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપ-શિવસેના લગભગ 225 બેઠકો જીતશે. વિપક્ષની વિશ્વસનીયતા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ ક્યાંય ચૂંટણી મુકાબલામાં નથી. લોકો મોદીજી અને ફડણવીસજીની સાથે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પત્ની કંપન સાથે મતદાન કર્યું. તેમણે કહ્યું કે આજે લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે અને લોકો મતદાન કરીને લોકતંત્રને મજબુત બનાવે. 

મહારાષ્ટ્રમાં ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધીમાં માત્ર 1.09 ટકા મતદાન નોંધાયુ છે. મતદાન શરૂ થતા જ સૌથી પહેલા મત આપનારાઓમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મુંબઈના પૂર્વ એડિશનલ પોલીસ કમિશનર જૂલિયો રિબેરો (વરલી), અભિનેત્રી શોભા ખોટે (અંધેરી ઈસ્ટ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નેતા અજીત પવાર હતાં. 

જુઓ LIVE TV

એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવાર બારામતી વિધાનસભાથી ચૂંટણી મેદાનમાં છે. તેમનો મુકાબલો ભાજપના ગોપીચંદ પડાલકર સામેલ છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી મેદાનમાં સત્તારૂઢ ભાજપ-શિવસેના અને વિપક્ષી કોંગ્રેસ-એનસીપી ગઠબંધન વચ્ચે મુકાબલો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news