ભ્રષ્ટાચાર વિરુદ્ધ યોગી સરકાર આકરા પાણીએ, 600થી વધુ પર કાર્યવાહી, 200ને કર્યા રિટાયર

યોગી સરકારે છેલ્લા 2 વર્ષોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે તેવી કાર્યવાહી દેશભરમાં અત્યાર સુધી કોઈ પણ પ્રદેશ સરકાર આટલા મોટાપાયે કરી નથી. ઝીરો ટોલરન્સની નીતિનો કડક રીતે અમલ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 600થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સામે આ કાર્યવાહી કરી છે. 
ભ્રષ્ટાચાર વિરુદ્ધ યોગી સરકાર આકરા પાણીએ, 600થી વધુ પર કાર્યવાહી, 200ને કર્યા રિટાયર

લખનઉ: યોગી સરકારે છેલ્લા 2 વર્ષોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે તેવી કાર્યવાહી દેશભરમાં અત્યાર સુધી કોઈ પણ પ્રદેશ સરકાર આટલા મોટાપાયે કરી નથી. ઝીરો ટોલરન્સની નીતિનો કડક રીતે અમલ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 600થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સામે આ કાર્યવાહી કરી છે. 

આ સાથે જ 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને યોગી સરકારે જબરદસ્તીથી રિટાયર કરી દીધા છે. જ્યારે 400થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને બૃહદ દંડ કર્યો છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ વિભાગોને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા દોષિત, અક્ષમ અધિકારીઓ અને કર્મચારીઓનો રિપોર્ટ તલબ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતાં. તેમણે સમીક્ષા બેઠકમાં એવા નિર્દેશ આપ્યા હતાં કે જે પણ રિપોર્ટના આધારે દોષી કે અક્ષમ માલુમ પડશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news