LG હોસ્પિટલની વધુ એક બેદરકારી, પ્રસૂતિ સમયે નવજાત બાળકે નીચે પડી જતા મોત

અમદાવાદની એલજી હોસ્પિટલ સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે એલજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સ્ટાફની બેદરકારીના કારણે નવજાત શિશુનુ મોત થયુ હોવાનો હવે આરોપ લાગ્યો છે. વહેલી સવારે શ્રમજીવી પરિવારની મહિલા સાથે દુખદ ઘટના બની હતી

LG હોસ્પિટલની વધુ એક બેદરકારી, પ્રસૂતિ સમયે નવજાત બાળકે નીચે પડી જતા મોત

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદની એલજી હોસ્પિટલ સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે એલજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સ્ટાફની બેદરકારીના કારણે નવજાત શિશુનુ મોત થયુ હોવાનો હવે આરોપ લાગ્યો છે. વહેલી સવારે શ્રમજીવી પરિવારની મહિલા સાથે દુખદ ઘટના બની હતી, જેમાં તેણે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાનું બાળક ગુમાવ્યું છે. એલજી હોસ્પિટલમાં એક મહિલાને હોસ્પિટલના બેડ પર જ પ્રસૂતિ થઈ ગઈ હતી. પરંતુ નવજાત બાળક બેડ પરથી નીચે પડ્યું હતું, અને તેનુ મોત નિપજ્યું છે. ત્યારે પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે કે, એ સમયે નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્ટ હાજર ન હોવાને કારણે બાળક નીચે પડ્યું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news