રાશિફળ 26 જૂન: આ રાશિના જાતકો ખાસ કરે ગણેશજીની ઉપાસના
Trending Photos
આજનું પંચાંગ
તારીખ : 26, જૂન, 2018, મંગળવાર
માસ : જેઠ સુદ 13
નક્ષત્ર : અનુરાધા
યોગ : શુભ
ચંદ્ર રાશી :વૃશ્ચિક
અક્ષર : ન, ય
ભાગ્યાંક : 7
દિન મહિમા
- વીંછુડો હજુ પ્રવર્તી રહ્યો છે.
- રવિયોગ સવારે 7.08 થી આવતીકાલ સવારે 9.30 સુધી
- આજે ગણેશજીની ઉપાસના સૌ ખાસ કરજો. કારણ કે મંગલ દેવ મધરાતથી વક્રી થશે અત્યારે સ્તંભી છે. માટે ગણેશજીની પ્રાર્થના અવશ્ય કરજો.
- આજે ગણેશકવચનો સૌ પાઠ કરજો.
- ગણેશજીને લાડુ ધરાવજો. અને ઘરમાં શક્ય હોય તો સંધ્યા સમયે જે દિપપ્રાગટ્ય કરો તે લગભગ 2 કલાક સુધી દિપ દેવ પ્રજ્વલીત રહે તેવું પણ શક્ય હોય તો પ્રાવધાન કરજો.
મેષ (અલઈ)
- ધનસ્થાન પ્રબળ
- આત્મવિશ્વાસ પણ પ્રબળ
- બપોર સુધીનો સમય થોડું મન અશાંત રહે પણ ચિંતા ન કરશો.
- સર્વ શુભ જ છે.
વૃષભ (બવઉ)
- શુભ સમય છે.
- ધન યોગ છે, કાર્ય સિદ્ધિનો યોગ પણ છે.
- રાજનીતીમાં જેમને અટક્યું કામ કઢાવવું હોય તે સક્રીય થઈ શકે છે.
- જાહેરજીવનમાં હોય તે સૌ માટે શુભ છે.
મિથુન (કછઘ)
- પરિવારમાં સંયમ પૂર્વક રહેવું
- વાદ-વિવાદ પીછો નથી છોડતું.
- જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ સારું થતું જશે.
- ઢીંચણની બિમારીથી અવશ્ય જાળવજો.
કર્ક (ડહ)
- નોકરીયાતોને ખાસ વિનંતી કે નોકરીમાં શાંતીથી દિવસ પસાર કરજો.
- દિવસ લાભપ્રદ અવશ્ય છે.
- મોડી સાંજે સારા સમાચાર મળી શકે છે.
સિંહ (મટ)
- ધનવ્યયના યોગ છે.
- આરોગ્ય પણ જાળવવાનું રહેશે.
- પરણીત હોવ તો સાસુમા સાથે વિશેષ સુમેળ રાખજો.
- ઘરમાં સુખ-શાંતિ જાળવવા પ્રયત્ન કરવો.
કન્યા (પઠણ)
- આજે પ્રત્યેક પ્રયત્ને લાભ છે.
- આજનો દિવસ અતિ સાનુકૂળ છે.
- તમને એમ થશે કે રોજ આવું થાય તો હું ક્યાંનો ક્યાં નીકળી જાઉં.
- પણ, સહકર્મચારી અને નાનાભાઈબહેન સાથે સુમેળ રાખજો.
તુલા (રત)
- આપના પ્રયત્નોમાં ભાગ્યનો સાથ મળે.
- ધર્મક્ષેત્રના પ્રવાસ પણ સૂચવે છે.
- કુટુંબમાં ખાસ આપ વાણીનો સંયમ જાળવજો.
- ગળાનું કોઈ ઈન્ફેક્શન હોય તો ખાસ સાચવજો.
વૃશ્ચિક (નય)
- આજે આપને કાળજી રાખવાની છે.
- આપનો રાશી સ્વામી મંગળ દેવ વક્રી થઈ રહ્યા છે.
- કોઈ અણગમતું પરિણામ ન મળે તેની તકેદારી રાખજો.
- આજે આપ ગણેશજીની ઉપાસના ખાસ કરજો.
ધન (ભધફઢ)
- અકસ્માતના યોગ સૂચવે છે.
- સાવધાની રાખજો.
- ઉશ્કેરાટ ઉપર ખાસ અંકુશ રાખવાનો છે.
- આજે ગણેશજી આપને સૌ વિઘ્નથી બચાવશે.
મકર (ખજ)
- આપને લાભ પ્રદ દિવસ છે.
- જીવન સાથી દ્વારા શુભસમાચાર મળે.
- સવારે વાદ-વિવાદમાં સંયમ રાખવો.
- મનની વાત શાલીનતાથી રજૂ કરજો.
કુંભ (ગશષસ)
- ઉશ્કેરાટ ઉપર કંટ્રોલ રાખજો.
- કોઈની સાથે વાદવિવાદ દરમિયાન મોટો અવિવેક ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.
- ડિપ્રેશન જેવો અહેસાસ પણ થાય.
- આજે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરજો.
મીન (દચઝથ)
- વાણીમાં ખાસ સંયમ રાખવો પડશે.
- સાંજના સમયે ખૂબ સાનુકૂળતા રહેશે.
- અચાનક જાણે શાણપણ ગાયબ થઈ જાય અને અણગમો થાય તેવું વર્તન પણ થઈ જાય માટે ચેતજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે