તારીખ
|
11 જુલાઈ, 2018 બુધવાર
|
માસ
|
જેઠ વદ તેરશ
|
નક્ષત્ર
|
મૃગશીર્ષ
|
યોગ
|
વૃદ્ધિ
|
ચંદ્ર રાશી
|
વૃષભ (2 વાગ્યા પછી મિથુન)
|
અક્ષર
|
બવઉ (કછઘ)
|
- આજે બુધવાર છે. શ્રીવિષ્ણુની ઉપાસના કરવી અતિ શુભ રહેશે.
- જે પતિ-પત્નીને વૈમનસ્ય હોય એટલે કે અણબનાવ હોય તે જાતકો રુકમણિએ શ્રીકૃષ્ણને જે પ્રેમ પત્ર લખ્યો હોય તેનું સંધ્યાકાળે અચૂક વાંચન કરજો. શ્રીમદ્ ભાગવતમાં આ પત્ર છે.
- આજે શ્રીનારાયણને માખણ, મીસરી, મીઠાં ફળ, તુલસી અર્પણ કરી શકાય.
- કેસર જળથી શ્રીભગવાનનો અભિષેક પણ કરી શકાય.
- આજે ગાયોનું પૂજન કરી તેમને ઘાસચારો નીરજો શુભત્વ પ્રાપ્ત થશે.
રાશી ભવિષ્ય
મેષ (અલઈ)
|
- અચાનક ધન લાભની શક્યતા છે.
- ઘરમાં આનંદનું વાતાવરણ રહે.
- જમીન મકાન ક્ષેત્રે જે જાતકો કાર્યરત હોય તેમના માટે સાનુકૂળતા.
- આજે જણાવેલા ઉપાય અવશ્ય કરજો.
|
વૃષભ (બવઉ)
|
- આજથી ધીમે ધીમે દિવસો સરળ બનતા જશે.
- પરણીત જાતકોએ આરોગ્ય સાચવવું.
- માથામાં થોડો દુઃખાવો રહે.
- માઈગ્રેનથી જે જાતકો પીડાતા હોય તેમણે વિશેષ સાચવવું.
|
મિથુન (કછઘ)
|
- સરકારી ક્ષેત્રે કાર્યની સરળતા રહે.
- વાગવા-પડવાથી સાચવવું.
- ધનવ્યયના યોગ પણ દર્શાવે છે.
|
કર્ક (ડહ)
|
- કુટુંબ દ્વારા ધનલાભ થઈ શકે.
- પ્રણયીજનોએ આજે સાવચેત રહેવું. સંબંધમાં તીરાડ પડી શકે છે.
- ચામડીના રોગથી વિશેષ જાળવવું.
|
સિંહ (મટ)
|
- તમારો પ્રભાવ વર્તાય.
- ઘરમાં તમારું કહેલું માનવામાં આવે.
- પણ મિત્રો સાથે ચડભડ થાય તેવું દેખાય છે.
- આરોગ્ય જળવાઈ રહેશે.
|
કન્યા (પઠણ)
|
- પિતા સાથે ખટરાગ ટાળવો.
- ઓફિસમાં પોતાના અધિકારી સાથે થોડી ગેરસમજ થઈ શકે.
- આજે નવ બોલ્યામાં નવગુણ છે એમ સમજી રાખજો.
|
તુલા (રત)
|
- પારીવારીક સુખ જોખમાઈ શકે છે.
- વેપારી મિત્રોએ ઉગ્ર ન થવું.
- લાભ ચોક્કસ મળશે. સંબંધો દ્વારા આજે આવક થાય.
- સાસરી પક્ષ સાથે મનમોટાવ થઈ શકે છે.
|
વૃશ્ચિક (નય)
|
- બ્લડ પ્રેશરના દર્દીઓએ જાળવવું.
- એનિમિયાથી પીડાતા દર્દીઓએ પણ સાચવવું.
- સ્ત્રી જાતકોએ પતિના આરોગ્યને વિશેષ જાળવવું.
|
ધન (ભધફઢ)
|
- આજથી આપને વિશેષ સાનુકૂળતા છે.
- ભાગ્યબળવાન છે. આજે લાભ લેજો.
- કફજન્ય બિમારીથી સાચવવું.
- માતાનું આરોગ્ય પણ કથળી શકે છે.
|
મકર (ખજ)
|
- પહેલું સુખ તે જાતે નર્યા આ ઉક્તિ સફળ કરવી પડશે.
- તમારી જાત સિવાય તમારું બધું સારું જ છે.
- એટલે કે આરોગ્યને પ્રાધાન્ય આપજો.
- ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે.
|
કુંભ (ગશષસ)
|
- હિમોગ્લોબીનની કમી થતા રોગથી સાવધાન રહેવું.
- સંતાનની ચિંતા સતાવે. થોડું મતભેદ રહે.
- ઘરમાં સુખશાંતિનો અભાવ વર્તાય.
- સંયમથી દિવસ પસાર કરવો.
|
મિન (દચઝથ)
|
- સંબંધોમાંથી ઉષ્મા અચાનક ગાયબ થઈ ગયેલી જણાય.
- માતાનું આરોગ્ય જાળવવું.
- કૌટુંબીક ઉતારચઢાવનો સામનો કરવો પડે.
- કાર્યમાં આપ પરોવાયેલા રહો. આપ આપના કાર્યને પૂર્ણપણે ન્યાય આપવા પ્રયત્ન કરો.
|
જ્યોતિષિચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે