એક મહિલાએ ભાજપના નેતાની જાહેરમાં કરી ધોલાઈ, વાયરલ થયો Video
વાયરલ વીડિયોમાં એક મહિલા ચપ્પલથી નેતાને માર મારી રહી છે. આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
લખનઉઃ ભારતીય જનતા પાર્ટીના એક નેતા સાથે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા ભાજપના નેતાને મારી રહી છે. વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. મહિલાએ નેતા પર છેડતીનો આરોપ લગાવી માર માર્યો હતો. મહિલા દ્વારા રસ્તા વચ્ચે નેતાને મેથીપાક આપવામાં આવ્યો હતો. મહિલા દ્વારા નેતાની ધોલાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલા કોલર પકડીને નેતાને મારી રહી છે. મહિલાએ નેતા પર પીછો કરવાનો અને ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા પુરૂષની બાઇક પણ તોડી રહી છે. આ ઘટના દરમિયાન હાજર રહેલા લોકોએ કહ્યું કે, આ વ્યક્તિએ પોતાને રાષ્ટ્રીય પાર્ટીના નેતા ગણાવ્યા હતા. મહિલાએ નેતા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.
छेड़छाड़ का आरोप....और पिट गए नेता जी...!
बीच सड़क पर महिलाओं ने भाजपा नेता को धुना....वीडियो वायरल।#Siddharthnagar pic.twitter.com/O2IF6fRf2W
— Himanshu Tripathi (@himansulive) February 27, 2023
મહિલાએ નેતાની ધોલાઈ કરી
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલાએ નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદ મહિલા તેને મારી રહી છે. મહિલા ચપ્પલથી નેતાની ધોલાઈ કરી હતી. આ વીડિયો સિદ્ધાર્થ નગરનો છે. ત્યારબાદ મહિલાએ 100 નંબર પર પોલીસને ફોન કર્યાનું પણ સામે આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે