બંગાળના જલદાપારા નેશનલ પાર્કમાં ગેંડાનો હુમલો, એક જીપમાં સવાર 7 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો થયો વાયરલ
ઉત્તર બંગાળના જલદાપારા નેશનલ પાર્કમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં અહીં ગેંડાએ ઓપન જીપ પર જંગલ સફારીનો આનંદ ઉઠાવી રહેલા ટૂરિસ્ટો પર હુમલો કરી દીધો હતો.
Trending Photos
કોલકત્તાઃ બંગાળના જલાદાપરા નેશનલ પાર્કમાં, 2 ગેંડાએ સફારી જીપ પર હુમલો કર્યો. જેમાં ઓછામાં ઓછા 7 પ્રવાસીઓને ઈજાગ્રસ્ત થયા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ગેંડાને જોઈ જીપને રિવર્સ લેવામાં આવી રહી છે. જો કે રિવર્સ લેવા સમયે જ કાર રસ્તાની સાઈડમાં ખાબકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્ત 2 પ્રવાસીઓની સ્થિતિ ગંભીર છે અને તેને અલીપુરદ્વાર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, જો વન વિભાગના અધિકારીઓનું માનીએ તો ગેંડાઓએ અત્યાર સુધી કોઈ પ્રવાસીઓ પર હુમલો કર્યો ન હતો.
I think it’s about time guidelines for safety and rescue in adventure sports are implemented in wildlife safaris across the country. Safaris are becoming more of adventure sports now!
Jaldapara today! pic.twitter.com/ISrfeyzqXt
— Akash Deep Badhawan, IFS (@aakashbadhawan) February 25, 2023
વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે કેવી રીતે 2 ગેંડા પ્રવાસીઓની જીપને જોઈ ભડકી પાછળ દોડ્યા. ગેંડાઓની આક્રામક્તાને જોઈને એક કાર આગળ વધી જ્યારે બીજી કાર રિવર્સ લેતા સમયે રસ્તાની સાઈડમાં ખાબકી. આ દરમિયાન જીપમાં સવાર 7 લોકો ઈજાગ્રસ્ત થયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે