કોરોનાનો એક દર્દી દિવસમાં ચાર લોકોને કરી શકે છે ચેપી, લૉકડાઉન છે રોકવાનો સૌથી મજબૂત ઉપાય


આઇએમસીઆરના ડોક્ટર રમન ગંગાખેડકર અનુસાર ગણિતીક મોડલિંગમાં એક વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કઈ રીત સારી હશે.

કોરોનાનો એક દર્દી દિવસમાં ચાર લોકોને કરી શકે છે ચેપી, લૉકડાઉન છે રોકવાનો સૌથી મજબૂત ઉપાય

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિ એક દિવસમાં ચાર લોકો સુધી તેને ફેલાવી શકે છે. આઇસીએમઆરે ગણિતીય મોડલિંગના આધાર પર ભારતમાં કોરોનાના કહેરનું શરૂઆતી અનુમાન જારી કર્યું છે. આઇસીએમઆર અનુસાર કોરોનાનો કહેર કેટલા દિવસમાં થોભશે, તે એ વાત પર નિર્ભર કરશે કે આપણે લોકોને અલગ રાખવામાં કેટલા સફળ થઈએ છીએ. તેમાં 22 દિવસથી લઈને એક મહિના સુધી લાગી શકે છે. આમ તો આ અનુમાન ફેબ્રુઆરીના અંતના આંકડા અને સંભાવનાઓ પર આધારિત છે, જ્યારે માર્ચમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 

આઇએમસીઆરના ડોક્ટર રમન ગંગાખેડકર અનુસાર ગણિતીક મોડલિંગમાં એક વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કઈ રીત સારી હશે. તેમના અનુસાર એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગથી કોરોનાના કહેરને સંપૂર્ણ રીતે રોકી શકાય નહીં અને તેને માત્ર ત્રણ દિવસથી ત્રણ સપ્તાહ સુધી ટાળી શકાય છે. એટલે કે ત્યારબાદ કોરોનાનું મહામારીના રૂપમાં ફેલાવુ નક્કી છે.

કોરોના વાયરસઃ  દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો પહોંચ્યો 550ને પાર

ગણિતીક મોડલમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે, તેને રોકવાની સૌથી સારી રીત લોકોને દૂર-દૂર કરવા છે. તેનાથી તેમાં 62 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. ડોક્ટર ગંગાખેડકર અનુસાર દેશમાં લોકડાઉન લોકોને દૂર દૂર કરવા માટે છે. લોકડાઉનથી લોકો ઘરની બહાર ન નિકળે અને દૂર રહે. આઇસીએમઆરના ગણિતીક મોડલ અનુસાર જો લોકડાઉનનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવે તો તેનાથી પીડિત નવા દર્દીઓની સંખ્યાને એક દિવસમાં 1000ની જગ્યાએ 110 સુધી લાવી શકાય છે. 

આઇસીએમઆર અનુસાર કોરોનાના દર્દીઓની સંખ્યા વધ્યા બાદ તે વધુ વસ્તીના આંકડાને સામેલ કરી સારૂ અનુમાન લગાવવાનો પ્રયત્ન કરશે. આઇસીએમઆરનું અનુમાન છે કે સૌથી ખરાબ સ્થિતિમાં પણ ભારતમાં કોરોનાનો એક દર્દી દિવસમાં સરેરાશ ચાર લોકોને ચેપી કરી શકે છે. તે સારી સ્થિતિમાં પણ સરેરાશ દોઢ વ્યક્તિને ચેપી શકી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news