VIDEO મુંબઈ: ઘાટકોપરના રહેણાંક વિસ્તારમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, 2 પાઈલટ સહિત 5ના મોત

 ઘાટકોપરના જીવદયા વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પ્લેન ક્રેશ થયા બાદ ભડકે બળ્યું હતું. દુર્ઘટના સર્વોદય હોસ્પિટલ પાસે ઘટી છે.  આ ચાર્ટર્ડ પ્લેનને ઉત્તર પ્રદેશ સરકારે ખરીદ્યુ હતું પરંતુ વર્ષ 2014માં પ્લેનને મુંબઈના UY એવિએશનને વેચી દીધુ હતું.

VIDEO મુંબઈ: ઘાટકોપરના રહેણાંક વિસ્તારમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, 2 પાઈલટ સહિત 5ના મોત

મુંબઈ: ઉત્તર પ્રદેશ સરકારનું એક ચાર્ટર્ડ પ્લેન મુંબઈમાં ક્રેશ થઈ ગયું હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું છે તે રહેણાંક વિસ્તાર છે. આ અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત થયા હોવાના અહેવાલ છે. ઘાટકોપરના જીવદયા વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પ્લેન ક્રેશ થયા બાદ ભડકે બળ્યું હતું. દુર્ઘટના સર્વોદય હોસ્પિટલ પાસે ઘટી છે.  આ ચાર્ટર્ડ પ્લેનને ઉત્તર પ્રદેશ સરકારે ખરીદ્યુ હતું પરંતુ વર્ષ 2014માં પ્લેનને મુંબઈના UY એવિએશનને વેચી દીધુ હતું. પ્લેન દિપક કોઠારી નામના બિઝનેસ મેનનું હોવાનું કહેવાય છે.

— ANI (@ANI) 28 June 2018

ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના જણાવ્યાં મુજબ પ્લેનમાં 2 પાઈલટ, બે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ સવાર હતાં. પ્લેન ક્રેશ થતા કેપ્ટન પ્રદીપ રાજપૂત સહિત ચારેય લોકોના મોત થયાં. આ સાથે જ એક રસ્તે જતો રાહગીર પણ તેની ચપેટમાં આવી ગયો અને જીવ ગુમાવ્યો.આમ કુલ પાંચ લોકોના મોત થયાં.

— ANI (@ANI) June 28, 2018

કહેવાય છે કે આ વિમાન ટેસ્ટ ફ્લાય માટે જુહૂથી ઉપડ્યું હતું. પ્લેન જેવું ક્રેશ થયું કે અચાનક તેમાં આગ લાગી ગઈ. વિમાન સીધુ વિસ્તારના જાગૃતિ બિલ્ડિંગ પાસે એક નિર્માણધીન બિલ્ડિંગ પર પડ્યું. હજુ એ વાતની જાણ થઈ નથી કે આ વિમાનમાં કોણ સવાર હતું અને કઈ હાલતમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news