દેશમાં કોરોનાના વધતા આંકડાથી સરકાર ચિંતામાં, 24 કલાકમાં આટલા હજાર નવા કેસ

દેશમાં કોરોનાના સતત વધી રહેલા આંકડા સરકારની ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 92 હજાર નવા કેસ સામે આવ્યા અને 1133 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે આ દરમિયાન 94 હજાર લોકો કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે.
દેશમાં કોરોનાના વધતા આંકડાથી સરકાર ચિંતામાં, 24 કલાકમાં આટલા હજાર નવા કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના સતત વધી રહેલા આંકડા સરકારની ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 92 હજાર નવા કેસ સામે આવ્યા અને 1133 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે આ દરમિયાન 94 હજાર લોકો કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે.

તમને જણાવી દઇએ કે, કોરોના કેસની સંખ્યા 54 લાખને પાર કરી ગઇ છે. તેમાંથી 10 લાખ 10 હજાર હજુ પણ કોરોના સંક્રમિત છે. જ્યારે બાકીના લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 86 હજાર દર્દીઓના મૃત્યુ કોરોનાથી થયા છે. દેશમાં કોરોનાથી સાજા થતા દર્દીઓનો દર 79.68 ટકા છે. જ્યારે કોવિડ-19થી મૃત્યુ દર 1.61 ટકા થયો છે. ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદ (ICMR)ના અનુસાર 19 સપ્ટેમ્બર સુધી દેશમાં 6 કરોડ 36 લાખ 61 હજાર ટેસ્ટિંગ થયા છે. શનિવારના પણ 12 લાખ 6 હજાર ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 86752 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધારે 32216 મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. તમિલનાડુમાં 8751, કર્ણાટકામાં 7922, આંધ્ર પ્રદેશમાં 5302, ઉત્તર પ્રદેશમાં 4953, દિલ્હીમાં 4945, પશ્ચિમ બંગાળમાં 3302, પંજાબમાં 2757 અને મધ્ય પ્રદેશમાં 1943 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. મત્રાલયે દાવો કર્યો છે કે, 70 ટકાથી વધારે મૃત્યુ પહેલાથી હાજર અન્ય બીમારીઓના કારણે થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news