8 વર્ષના દિકરાની બાઇક સવારી પિતાને પડી ભારે! મળ્યો ભારે ભરખમ ઈ-મેમો
શું તમે 8થી 10 વર્ષના બાળકને બાઇક ચલાવતા જોયો છે. આશ્ચર્ય પમાડે તેવું છે ને... ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Trending Photos
લખનઉ: શું તમે 8થી 10 વર્ષના બાળકને બાઇક ચલાવતા જોયો છે. આશ્ચર્ય પમાડે તેવું છે ને... ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બાળકનો બાઇક ચલાવતો એક વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી અને ટ્રાફીક એએસપીએ બાળકના પિતાના નામે ઈ-મેમો મોકલાવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ડીજીપી ઓપી સિંહે બાળકના માતા પિતાની સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, બાઇક કાકોરીના દૂધના વેપારીના નામે નોંધાયેલ છે. નવા વાહન અધિનિયમમાં સગીરને વાહન ચલાવવા માટે માતા-પિતા અથવા વાહનના માલિક પર ઓછામાં ઓછા 25 હજાર રૂપિયાનો મેમો છે. આ ઉપરાંત ત્રણ મહિનાની સજા પણ આરોપી શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બાઇક માલિકની શોધ શરૂ કરી હતી. બાઇક નંબરના આધારે હાલના ચલણ કાર્યવાહી અંતર્ગત ચલાન આપવામાં આવ્યું છે, જેમાં રૂ .11500 ઘટાડી ફી નક્કી કરવામાં આવી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે