7માં પગાર પંચ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: લાખો સરકારી કર્મચારીઓને ઝટકો

હાલમાં જ રિટાયરમેંટ અંગે થયેલી એક અરજી અંગે સુનવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટે રાજ્યપાલનાં આદેશને રદ્દ કરી દીધો હતો

7માં પગાર પંચ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: લાખો સરકારી કર્મચારીઓને ઝટકો

લખનઉ : સાતમાં પગાર પંચની ભલામણો લાગુ થવાની રાહ જોવાઇ રહી છે. ત્યારે ઉત્તરપ્રદેશ રાજ્યનાં કર્મચારીઓને મોટો ઝટકો લાગી શકે છે. અલ્હાબાદ હાઇકોર્ટે રાજ્ય કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉંમર 60 વર્ષથી ઘટાડીને 58 વર્ષ કરી દીધી છે. હાઇકોર્ટે 2001માં બહાર પડાયેલા આદેશને રદ્દ કરતા જુના નિયમો લાગુ કરી દીધા છે. હાઇકોર્ટનાં આ ચુકાદાથી રાજ્યના કર્મચારીઓનાં રિટાયરમેન્ટની ઉંમરની સીમા ફરીથી 58 વર્ષ થઇ ચુકી છે. હાઇકોર્ટનાં જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ ઇફ્ક્ત અલી ખાનની પીઠે ભદોહી વિકાસ નિગમનાં સહાયક એન્જિનીયર ઓપી તિવારીની અરજી ફગાવી દીધી હતી. 

રાજ્યપાલ રિટાયરમેન્ટની ઉંમર ન બદલી શકે
અલ્હાબાદ હાઇકોર્ટે આદેશ આપતા કહ્યું કે, રાજ્યનાં કર્મચારીની રિટાયરમેન્ટની ઉંમરની સીમા વધારનારી 2001નાં આદેશ રદ્દ કરવામાં આવે છે.હાઇકોર્ટે પોતાનાં આદેશમાં સ્પષ્ટ જણાવ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 309 અનુસાર રાજ્યપાલ આદેશ સાથે કોઇ પણ નિયમમાં પરિવર્તન કરી શકે નહી. આ નિર્ણય માત્ર અને માત્ર વિધાનસભા દ્વારા જ બદલી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બર 2001નાં રોજ રાજ્યપાલે આદેશ આપીને રાજ્યનાં કર્મચારીઓની રિટાયરમેન્ટ ઉંમર વધારી દીધી હતી. 
7માં પગાર પંચ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: લાખો સરકારી કર્મચારીઓને ઝટકો...
હાઇકોર્ટનાં આદેશ અનુસાર , મૌલિક નિયમ 56 ધારાસભાનો નિયમ છે કે નિયમમાં પરિવર્તન માત્ર વિધાનસભા જ કરી શકે છે. તેના માટે ધારાસભામાં પ્રસ્તાવ લાવવામાં આવે તે જરૂરી છે. રાજ્યપાલ પોતાની શક્તિ હેઠળ આદેશ આપી શકે નહી. જેથી અગાઉ થયેલ આદેશ અયોગ્ય અને માન્ય કરી શકાય નહી. 

મળી રહ્યો છે 7માં પગારપંચનો ફાયદો
કોર્ટે કહ્યું કે, રાજ્યપાલનાં આદેશ હેઠળ સરકારી કર્મચારીઓને રિટાયરમેંટ ઉંમર વધારી શકાય નહી. તે સ્પષ્ટ છે કે મૌલિક નિયમ 56માં કોઇ પરિવર્તન નથી થયું. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં મોટા ભાગના કર્મચારીઓ 7માં પગાર પંચની ભલામણ અનુસાર પગાર ચુકવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૌલિક નિયમ 56 હેઠળ પ્રત્યેક સરકારી સેવકને સેવાનિવૃતક પેન્શન અને અનેય લાભ ચુકવવા પાત્ર હશે. મૌલિક નિયમ 56 ધારાસભાનો નિયમ છે, તેમાં પરિવર્તન વિધાનસભામાં પ્રસ્તાવ લાવીને જ કરી શકાય છે. 
'દીપ-વીર' રિસેપ્શનઃ બચ્ચને ગાયું 'જુમ્મા-ચુમ્મા', નવયુગલે કર્યો ધમાકેદાર ડાન્સ, જૂઓ તસવીરો...
કેન્દ્રીય મંત્રીએ કરી હતી રિટાયરમેન્ટની ઉંમર વધારવાની ભલામણ
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે મે 2018માં યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે યુપીની સરકારને ભલામણ કરી હતી કે તેઓ પોતાનાં કર્મચારીઓની રિટાયરમેંટ ઉંમરની સીમા વધારીને 60 વર્ષથી 62 વર્ષ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news