Photos:પ્રિયંકા-નિકના શાનદાન રિસેપ્શનની ભવ્ય તસ્વીરો જોવા કરો ક્લિક...

લગ્ન બાદની સામે આવેલી તસ્વીરોમાં નિકના પેરેન્ટ્સ અને પ્રિયંકા મમ્મી મધુ ચોપડા પણ ઇન્ડો વેસ્ટર્ન અંદાજમાં જોવા મળી રહી છે

Photos:પ્રિયંકા-નિકના શાનદાન રિસેપ્શનની ભવ્ય તસ્વીરો જોવા કરો ક્લિક...

નવી દિલ્હી : દિલ્હીની તાજ હોટલમાં દેસી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનાં રિસેપ્શનમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને નવવિવાહિત યુગલને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તેમણે નિક જોનાસનાં પરિવાર સાથે પણ મુલાકાત કરી. તસ્વીરોમાં પ્રિયંકા- નિક અને તેમનાં પરિવાર સાથે વડાપ્રધાન મોદીની વાતચીત દરમિયાન હસતા જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ બાદ દેસી ગર્લ પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનાસે દિલ્હીમાં રિસેપ્શનની પાર્ટી રાખી હતી. 4 ડિસેમ્બરે દિલ્હીની તાજ હોટલમાં ફેમિલી અને વીઆઇપી લોકો માટે આ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

PHOTO: प्रियंका चोपड़ा और निक जोनास के रिसेप्शन में पहुंचे पीएम नरेंद्र मोदी

દિલ્હી રિસેપ્શનમાં ટ્રેડિશનલ કપડામાં સજેલી પ્રિયંકા ચોપડા ખુબ જ સુંદર લાગી રહી હતી. પતિ નિક જોનાસ વેસ્ટર્ન લુકમાં એકદમ પરફેક્ટ લાગી રહ્યો હતો. સામે આવેલી ફેમિલિ ફોટોમાં નિકનાં પેરેન્ટ્સ અને પ્રિયંકાની મમ્મી મધુ ચોપડા પણ ઇંડો વેસ્ટર્ન અંદાજમાં દેખાઇ રહ્યા છે. પ્રિયંકા અને નિકના લગ્નની તસ્વીરો પણ આવી ચુકી છે. કારણ કે પ્રિયંકાએ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંન્નેના લગ્નની તસ્વીર શેર કરી દીધી છે. જોધપુરનાં ઉમેદભવનમાં શાહી ઠાઠ સાથે ક્રિશ્ચિયન અને હિંદૂ રીતિ-રિવાજ સાથે લગ્ન થયા હતા. 

ક્રિશ્ચિયન વેડિંગમાં જ્યાં પ્રિયંકા સફેદ ગાઉનમાં જોવા મળી હતી, તો બીજી તરફ ઇન્ડિયન લગ્નમાં પ્રિયંકાએ લાલ રંગનો લગ્નનું પાનેતર પહેર્યું હતું. પ્રિયંકાએ ક્રિશ્ચિયન લગ્ન માટે જ્યાં રાલ્ફ લોરેનનું ડિઝાઇનર ગાઉન પહેર્યું હતું જ્યારે ઇન્ડિયન લગ્ન માટે પ્રિયંકાએ પણ દીપિકા પાદુકોણની જેમ જ ફેશન ડિઝાઇનર સબ્યસાચીનાં લેંઘામાં જ જોવા મળ્યા હતા. 


અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે જોધપુર એરપોર્ટ પરથી સામે આવેલી ન્યૂલી વેડ કપલની તસ્વીરમાં પ્રિયંકા ચોપડા ગ્રીન સાડી, લાલ સિંદુર ભરેલી માંગ સાથે જોવા મળી હતી. જ્યારે પતિ નિક જોનાસ પોતાનાં કેજ્યુઅલ લુકમાં સાથે જોવા મળ્યો હતો. લગ્ન બાદ પ્રિયંકા ભારતીય કપડામાં ખુબ જ સુંદર દેખાઇ રહી હતી. પ્રિયંકાના લગ્ન 1અને 2 ડિસેમ્બર પહેલા ક્રિશ્ચિયન અને પછી હિંદુ રીતિ રિવાજ સાથે પુર્ણ થઇ ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news