70th Republic Day: રાજપથ પરેડમાં પ્રથમ વખત સામેલ થશે આઝાદ હિંદ ફોજના પૂર્વ સૈનિક
આઝાદીના 71 વર્ષ બાદ આઝાદ હિંદ ફોજને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. નેતા જી સુભાષ ચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફોજે બ્રિટનના સમ્રાચની સામે વિદ્રોહ કર્યો હતો. નેતા જી સુભાષ ચંદ્ર બોઝના વીર સૈનિક પરેડ કરશે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં આજે 70માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગણતંત્ર દિવસ અનેક રીતે અનોખો છે. રાજપથ પર એક નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે. પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફોજના સૈનિકો સામેલ થશે. આઝાદીના 71 વર્ષ બાદ આઝાદ હિંદ ફોજને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. નેતા જી સુભાષ ચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફોજે બ્રિટનના સમ્રાચની સામે વિદ્રોહ કર્યો હતો. નેતા જી સુભાષ ચંદ્ર બોઝના વીર સૈનિક પરેડ કરશે.
ગણતંત્ર દિવસ પરેડને ધ્યાનમાં રાખી રાજપથથી લઇને લાલકિલ્લા સુધીના આઠ કિલોમીટરનો પરેડ માર્ગ પર કડક સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળોએ મહિલા કમાન્ડોઝ, ચોક્કસ હૂમલો કરનાર હરતી-ફરતી ટીમો, એન્ટી એરક્રાફ્ટ તોપ અને શૂટર તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પરાક્રમ વાહનો વ્યૂહાત્મક સ્થળોનું પેટ્રોલિંગ કરી રહ્યાં છે. તેથી સુરક્ષામાં કોઈ ચૂક થાય નથી. આ વાહનોમાં એનએસજી પ્રશિક્ષિત કમાન્ડોઝ હોય છે.
પોલીસના જણાવ્યા અનુસાર આકાશને સુરક્ષિત રાખવા માટે એન્ટી એરક્રાફ્ટ તોપની જમાવટ સહિત વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મધ્ય દિલ્હીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળો પર લગભગ 25,000 સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. ગણતંત્ર દિવસ સમારોહથી પહેલા ધરપકડ કરવામાં આવેલા બે આતંકવાદીઓના નિશાના પર મધ્ય દિલ્હી હતું. જેશ-એ-મોહમ્મદના બે શંકાસ્પદ સભ્યો અબ્દુલ લતીફ ગનઇ (29) ઉર્ફે ઉમેર દિલાવર અને હિલાલ અહમદ ભટ્ટ (26)ની ધરપકડ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બંને શંકાસ્પદ આતંકવાદી 70માં ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન શહેરમાં આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યાં હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા જેશ-એ-મોહમ્મદના સભ્યોએ હુમલા માટે લાજપત નગર બજાર, હજ મંઝિલ, તુર્કમાન ગેટ, પહાડગંજ, ઇન્ડિયા ગેટ અને પૂર્વ દિલ્હીમાં આઇજીએલ ગેસ પાઇપલાઇનને તેમનો સંભાવિત લક્ષ્ય બનાવ્યા હતા. પોલીસ નાયબ કમિશનર (નવી દિલ્હી) મધુર વર્માએ જણાવ્યું કે શહેરમાં મલ્ટી લેવલ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક અધિકારીઓ સહિત લગભગ 25,000 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. રાજપથમાં સીસીટીવી કેમેરા અને ફેસ ડિટેક્શન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
ગત વર્ષે ઓગસ્ટમાં ઔપચારિક રીતથી સામેલ સ્વાત એકમની 36 મહિલા કમાન્ડો પણ સુરક્ષા વ્યવસ્થાનો ભાગ છે. એનએસજી પ્રશિક્ષિત કમાન્ડોની સાથે પરાક્રમ વેન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળો પર પેટ્રોલિંગ કરી રહી છે. ઉંચી બિલડિંગો પર સ્નાઇપર તેનાત કરવામાં આવ્યા છે અને પરેડ માર્ગ પર લોકોની ગતિવિધીઓ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. હવાઇ ક્ષેત્રની સુરક્ષા માટે એન્ટી એરક્રાફ્ટ તોપ સહિત સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં વાંચો: પ્રજાસત્તાક દિવસ 2019 : મુખ્ય અતિથી દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસાની હાજરીમાં યોજાશે પરેડ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોના લગભગ 25 હજાર સુરક્ષા કર્મી દિલ્હીમાં તૈનાત કરવામાં આવ્યા છે. કોઇ પણ પ્રકારના હુમલાના પ્રયત્નને નિષ્ફળ કરવા માટે હવામાં કોઇ શંકાસ્પદ વસ્તુની જાણકારી લગવવા માટે ડ્રોન ટેક્નીકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુરક્ષા દળોને ભીડવાળા સ્થલો જેવાકે બજારો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ સંસ્થાઓના સંવેદનશીલ સ્થલો પર તૈનાત કરવામાં આવ્યા છે. તેમની સુરક્ષા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસે માર્ગમાં ફેરફાર વ્યવસ્થાપન અને મહાનુભાવોની સલામત યાત્રાની ખાતરી કરવા માટે 3000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે વિજય ચોક અને લાલ કિલ્લા મેદાનની વચ્ચે ગણતંત્ર દિવસ પરેડની સુગમ કામગીરી માટે દિલ્હીમાં ટ્રાફિક નું વ્યાપક મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે અને નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
ગણતંત્ર દિવસ પર યાત્રીઓ માટે મેટ્રો સેવા દરેક સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે પરંતુ સવારે પાંચ વાગ્યાથી બપોર 12 વાગ્યા સુધી કેનદ્રીય સચિવાલય અને ઉદ્યોગ ભવન સ્ટેશનો પર મેટ્રોમાં ક્લાઇમ્બિંગ પરવાનગી નથી. ટ્રાફિક પોલીસે જણાવ્યું કે પરેડ વિજય ચોકથી સવારે 9:50 વાગે શરુ થશે અને રાજપથ, તિલક માર્ગ, બહાદુર શાહ જફર માર્ગ, નેતાજી સુભાષ માર્ગથી થઇને લાલ કિલ્લા પહોંચશે. ટ્રાફિક સલાહકારના અનુસાર 25 જાન્યુઆરીની સાંજે છ વાગ્યાથી પરેડ પૂરી થાય ત્યાં સુધી રાજપથ પર વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી કોઇપણ વાહનને જવાની પરવાનગી આપવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે