70th Republic Day: રાજપથ પર અદ્ભુત નજારો, દુનિયાએ નિહાળી ભારતની શક્તિ

પરેડની શરૂઆતમાં T-90 ટેંકની ઝાંખીએ સૌ કોઇનું ઘ્યાન ખેચ્યું હતું. મુખ્ય અતિથી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા તેમની પત્ની સાથે ખુબજ ઉત્સુકાતની સાથે પરેડનો આનંદ માણી રહ્યાં છે.

70th Republic Day: રાજપથ પર અદ્ભુત નજારો, દુનિયાએ નિહાળી ભારતની શક્તિ

નવી દિલ્હી: 70માં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે લાંસ નાયક અયૂબ અલી (મરણોપરાંત)ને અશોક ચક્રથી સન્માનિત કર્યા છે. અયૂબના પરિવારજનોએ આ સન્માન હાંસલ કર્યું છે. ત્યાર બાદ પરેડ શરૂ કરવામાં આવી છે. સેનાની જુદી-જુદી ટુકડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરી રહ્યાં છે. પરેડની શરૂઆતમાં T-90 ટેંકની ઝાંખીએ સૌ કોઇનું ઘ્યાન ખેચ્યું હતું. મુખ્ય અતિથી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા તેમની પત્ની સાથે ખુબજ ઉત્સુકાતની સાથે પરેડનો આનંદ માણી રહ્યાં છે.

(ફોટો સાભાર: DD National)

અપડેટ્સ:-

- રાજપથ પર ગણતંત્ર દિવસ કાર્યક્રમ સમાપ્ત, કાર્યક્રમ સ્થળથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચીફ ગેસ્ટ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ વિદાય લીધી.
- આકાશમાં ભારતીય એરફોર્સની શક્તિ નિહાળતા જોવા મળ્યા પીએમ મોદી અને મુખ્ય અતિથિ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામોફોસા.
- સેનાના બાઇક સવાર ટુકડીએ દેખાડ્યા કરતબ
- રાજપથ પર સ્કૂલના બાળકોએ લોકોનું મન મોહી લીધુ
- પરેડ જોતા VVIP લોકો, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા.
- રાજપથ પર પરેડ બાદ ઝાંખીઓનો રાઉન્ડ શરૂ
- રંગ-બેરંગી ડ્રેસમાં ઘમા સારા દેખાયા આર્મી
- રાજપથ પર મહિલા ફૌજીએ કર્યું શક્તિ પ્રદર્શન
- રાજપથ પર આકાશમાં ધ્રુવ અને રૂદ્ર હેલિકોપ્ટર
- રાજપથ પર આખાશ મિસાઇલ.
- રાજપથ પર શરૂ થઇ પરેડ, સૌ કોઇને આકર્ષીત કરી રહી છે T-90 ટેંક
- રાજપથ પર પરેડ શરૂ થઇ ગઇ છે.
- રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે લાંસ નાયક અયૂબ અલી (મરણોપરાંત)ને અશોક ચક્રથી સન્માનિત કર્યા. અયૂબના પરિવારજનોએ આ સન્માન સ્વિકાર્યું.
- રાષ્ટ્રપિત રામનાથ કોંવિદે ધ્વજ ફરકાવ્યો.

(ફોટો સાભાર: DD National)

આ વર્ષના ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાજપથ પર યોજનાર પરેડનું મુખ્ય આકર્ષણોમાં 58 જનજાતીય અતિથિ, જુદા-જુદા રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોની 22 ઝાંખીઓ તથા જુદી-જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. શનિવારે ગણતંત્ર દિવસ પર આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા મુખ્ય અતિથિ હશે. ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતી પર શહીદોને પુષ્પચક્ર અર્પણ કરશે.

ગુહ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે ગણતંત્ર દિવસ પર જુદા-જુદા રાજ્યોની ઝાંખીની સાથે સાંસ્કૃતિક, એએતિહાસિક અને વિકાસ પર આધારિત કેન્દ્ર સરકારના વિભાગોની ઝાંખી પહેડનો ભાગ હશે. સાંસ્કૃતિક વિષય પર આધારિત કેટલીક ઝાંખીઓ માટે લોક નૃત્ય પણ હશે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા 26 બાળકો પણ ખુલ્લી જીપમાં બેસીને ઝાંખીનો ભાગ બનશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડનો સમય લગભગ 90 મિનિટ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news