વિદેશોમાં ફસાયેલા ભારતીયોને 7મેથી લાવવામાં આવશે પરત, સરકારે નક્કી કર્યું ભાડું

વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સાત મેથી 13 મે સુધી 64 વિમાનોનું સંચાલન કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે આ જાણકારી આપી

વિદેશોમાં ફસાયેલા ભારતીયોને 7મેથી લાવવામાં આવશે પરત, સરકારે નક્કી કર્યું ભાડું

નવી દિલ્હી: કોરોના વાયરસના આ સંકટકાળમાં ભારતના લગભગ 2 લાખ લોકો વિદેશોમાં ફસાયેલા છે. સરકારે તેમને પરત લાવવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સાત મેથી 13 મે સુધી 64 વિમાનોનું સંચાલન કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે આ જાણકારી આપી. હરદીપ સિંહ પુરીએ એ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર જ્યારે પણ વાણિજ્યિક મુસાફરી ઉડાનોને શરૂ કરશે, તબક્કાવાર કરશે. 

વિમાનો દ્વારા પરત ફરનાર લોકો પાસેથી ભાડુ લેવામાં આવશે. લંડન-દિલ્હી ઉડાન માટે પ્રતિ યાત્રી ભાડું 50 હજાર રૂપિયા છે જ્યારે ઢાકા-દિલ્હી ઉડાન માટે 12 હજાર રૂપિયા ભાડું છે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે બીજા દેશોમાં પરત ફરનાર લોકોની તપાસ કરવામાં આવશે, 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે.

એર ઇન્ડીયા સાત મેથી 13 મે સુધી મુસાફરોને પરત લેવા માટે વિમાન મોકલશે, ત્યારબાદ ખાનગી વિમાન યાત્રીઓને લેવા પોતાની સેવા આપી શકશે. 

યાત્રા પહેલાં તમામ લોકોએ પોતાની મેડિકલ તપાસ પણ કરાવવી પડશે. ફક્ત તે જ લોકોને પરત લાવવામાં આવશે જેમને મહામારીના કોઇ લક્ષણ નથી જે દેશોમાં ભારતના લોકો છે ત્યાંના ભારતીય દૂતાવાસ અને ઉચ્ચાયોગ હાલ ત્યાં ફસાયેલા લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે. વિદેશમાં ફસાયેલા જે ભારતીય નાગરિકોને વિશેષ ઉડાનો દ્વારા પરત લાવવામાં આવશે, તેમને અહીં પહોંચતાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news