કોરોનાએ આખા પરિવારનો જીવ લીધો, માતાની અર્થીને ખભો આપનાર 5 પુત્રોના મોત

ધનબાદમાં કોરોના (coronavirus) વિસ્ફોટક રૂપ ધારણ કરી ચુક્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. કોરોના કહેરે જિલ્લામાં એક હસ્તા પરિવારને સંપૂર્ણ રીતે બરબાદ કર્યો છે. કોરોના સંક્રમણથી એક જ પરિવારના 6 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાએ પહેલા માતાનો જીવ લીધો. ત્યારબાદ 4 પુત્રોનો જીવ લીધો. હવે તે જ પરિવારમાં વધુ એક સભ્યનું મોત થયું છે, જેના કારણે કતરાસમાં શોકનો માહોલ છવાયો છે.
કોરોનાએ આખા પરિવારનો જીવ લીધો, માતાની અર્થીને ખભો આપનાર 5 પુત્રોના મોત

ધનબાદ: ધનબાદમાં કોરોના (coronavirus) વિસ્ફોટક રૂપ ધારણ કરી ચુક્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. કોરોના કહેરે જિલ્લામાં એક હસ્તા પરિવારને સંપૂર્ણ રીતે બરબાદ કર્યો છે. કોરોના સંક્રમણથી એક જ પરિવારના 6 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાએ પહેલા માતાનો જીવ લીધો. ત્યારબાદ 4 પુત્રોનો જીવ લીધો. હવે તે જ પરિવારમાં વધુ એક સભ્યનું મોત થયું છે, જેના કારણે કતરાસમાં શોકનો માહોલ છવાયો છે.

પીડિત પરિવારના વધુ બે સભ્યો લડી રહ્યા છે જંગ
ધનબાદના કતરાસમાં રહેતા પીડિત પરિવારના 6 સભ્યોનું રાજીની રિમ્સમાં સારવાર દરમિયાન મોત થયું છે. માત્ર 15 દિવસની અંદર આ પરિવારમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. પહેલા માતાનું સંક્રમણના કારણે મોત થયું અને ત્યારબાદ એક-એક કરી પાંચ પુત્રોના મોત થયા છે. આજે જે પાંચમાં દિકરાનું મોત થયુ છે તેને ધનબાદ કોવિડ હોસ્પિટલમાંથી રિમ્સ ખસેડવામાં આવ્યો હતો. પીડિત પરિવારના અન્ય બે સભ્યો જંગ લડી રહ્યાં છે. પરિવારમાં સૌથી પહેલા 88 વર્ષીય માતાનું બોકારોના એખ નર્સિંગ હોમમાં મોત થયું. તેઓ એક લગ્ન પ્રસંગમાંથી પરિવાર સાથે દિલ્હીથી પરત આવી રહ્યાં હતા. તેમના અંતિમ સંસ્કાર બાદ જાણવા મળઅયું કે, તેઓ કોરોના પોઝિટિવ હતા. તેમના મોતના થોડા દિવસ બાદ એક પુત્રનું રિમ્સના કોવિડ વોર્ડમાં મોત થયું હતું.

કોરોનાનો મોતનો તાંડવ
થોડા દિવસ બાદ બીજા પુત્રનું કેન્દ્રીય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. મોતનું તાંડવ અહીં ન રોકાતા. ત્રીજા પુત્ર ધનબાદના એક ખાનગી ક્વોરોન્ટાઇન સેન્ટરમાં દાખલ હતો. ત્યાં તેની અચાનક તબીયત ખરાબ થતા તેનું પણ મોત નીપજ્યુ હતું. જ્યારે ડ્રાઇવર તેને પીએમસીઅચ લાવ્યો તો ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ગુરૂવારના ચોથા પુત્રનું પણ મોત ટીએમએચ જમશેદપુરમાં કોઇ બીમારીની સારવાર દરમિયાન થયું છે. 20 જુલાઇના પાંચમાં પુત્ર (પરિવારનો છઠ્ઠો સભ્ય)એ રિમ્સના કોવિડ વોર્ડમાં દમ તોડ્યો હતો.

ધનબાદ સિવિલ સર્જન ડો. ગોપાલ દાસે જણાવ્યું કે કતરાસના એક પરિવારના છ સભ્યોનું મોત અત્યાર સુધીમાં થયું છે અને અન્ય બે સભ્યો કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જો કે, બંનેની સ્થિતિ અત્યારે સારી છે. સાથે જ કહ્યું કે, પરિવારના જે સભ્યોનું મોત થયું, તેઓ અન્ય બિમારીથી પીડિત હતા અને તમામ સભ્યો 60થી ઉપરની ઉંમરના હતા. કતરાસમાં એક જ પરિવારમાં માતા સહિત 5 પુત્રના મોત થવાથી કતરાસમાં હડકંપ મચી ગયો છે. તંત્રએ સમગ્ર વિસ્તારને સીલ કર્યો છે. લોકો ભયભીત થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સરકાર પીડિત પરિવારને સરકારી વળતર આપે. અહીં રહેતા બધા લોકોએ સ્વેબ ચેક કરાવવો જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news