યાસીન મલિકનાં સંગઠન JKLF પર દાખલ છે 37 FIR, સરકારે પ્રતિબંધ ઠોક્યો
મોદી સરકારે યાસીન મલિકનાં નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટની વિરુદ્ધ કડક પગલા ઉઠાવતા શુક્રવારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ લગાવ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : મોદી સરકારે અલગતાવાદી નેતા યાસીન મલિકના નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશ ફ્રંટ (JKLF)ની વિરુદ્ધ આકરુ પગલું ઉઠાવતા શુક્રવારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધિત કરી દીધું છે. સંગઠનને બિનકાયદેસર ગતિવિધિ(રોકથામ) અધિનિયમનાં અલગ અલગ પ્રાવધાનો હેઠળ પ્રતિબંધ લાદી દીધો છે. બીજી તરફ યાસીન મલિકની ધરપકડ હાલ તે જમ્મુના કોટ બલવલ જેલમાં બંધ છે. મલિકને 22 ફેબ્રુઆરી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેઓ જમ્મુ કાશ્મીરમાં બીજુ સંગઠન છે જેને આ મહિને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેની પહેલા કેન્દ્રએ જમાત એ ઇસ્લામી જમ્મુ કાશ્મીર પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, સંગઠન પર જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી ગતિવિધિઓને કથિત રીતે ઉશ્કેરવા માટે પ્રતિબંધ લગાવાયો છે. ગૃહસચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું કે, જેકેએલએફને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે કારણ કે સરકારની આતંકવાદને બિલકુલ સહ્ય નહી કરવાની નીતિ છે. તેમણે એમ પણ જણાવ્યું કે, જેકેએલએફની વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર પોલીસે 37 ફરિયાદ દાખલ કરી છે. બે મુદ્દે વાયુસેનાના કર્મચારીઓની હત્યા સાથે જોડાયેલા છે. જેની ફરિયાદ સીબીઆઇએ નોંધી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પણ કેસ દાખલ કર્યો છે જેની તપાસ ચાલી રહી છે.
ગોબાના અનુસાર જેકેએલએળ જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી ગતિવિધિઓમાં સૌથી આગળ છે, તેઓ 1989માં કાશ્મીરી પંડિતોની હત્યા માટે જવાબદાર રહ્યો છે, જેના કારણે તેમને રાજ્યથી બહાર પલાયન કરવું પડ્યું. જેકેએલએફ 1988થી ખીણમાં સક્રિય છે અને અનેક આતંકવાદી ગતિવિધિઓમાં જોડાઇ રહ્યા છે. સંગઠને 1994માં હિંસાનો રસ્તો છોડવાનો દાવો કર્યો પરંતુ અલગતાવાદી ગતિવિધિઓને ઉશ્કેરે છે. ગોબાએ જણાવ્યું કે, આ સંગઠન મુફ્તી મોહમ્મદ સઇદની પુત્રી રુબૈયા અપહરણમાં જોડાયા હતા. આ ઘટનાને ડિસેમ્બર 1989માં અંજામ આપવામાં આવ્યો. ત્યારે મુફ્તી મોહમ્મદ દેશનાં તત્કાલીન ગૃહમંત્રી હતા. યાસીન મલિક 1989માં ખીણથી કાશ્મીરી પંડિતોના પલાયનનો માસ્ટર માઇન્ડ હતો અને આ જ તે નરસંહાર માટે જવાબદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે