Maharashtra Corona Update: 1126 નવા દર્દીઓએ વધારી Wardha તંત્રની ચિંતા, જાણો Curfew ડિટેલ

મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધામાં શનિવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવાર સવારે આઠ વાગ્યા સુધી ફરી કર્ફ્યુ (Curfew) લગાવાયો છે. આ સમય દરમિયાન, તબીબી સ્ટોર્સ અને અન્ય તાકીદની સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રહેશે

Maharashtra Corona Update: 1126 નવા દર્દીઓએ વધારી Wardha તંત્રની ચિંતા, જાણો Curfew ડિટેલ

મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધામાં શનિવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવાર સવારે આઠ વાગ્યા સુધી ફરી કર્ફ્યુ (Curfew) લગાવાયો છે. આ સમય દરમિયાન, તબીબી સ્ટોર્સ અને અન્ય તાકીદની સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રહેશે. આ નવા આદેશ હેઠળ શહેરના પેટ્રોલ પંપ પણ બંધ રાખવા જણાવ્યું છે. વર્ધા (Wardha) જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસ (Coronavairus) સંક્રમણના 1126 દર્દીઓમાં વધારો થયો છે. ગયા અઠવાડિયે પણ વર્ધામાં શનિવારની રાત્રે આઠ વાગ્યાથી સોમવાર સવારે આઠ વાગ્યા સુધી કર્ફ્યુ લગાવાયો હતો.

આગામી ઓર્ડર સુધી શાળા-કોલેજ બંધ
ઝડપથી વાપસી કરતી કોરોના મહામારીને (Corona Pandemic) રોકવા માટે સરકારે કડક માર્ગદર્શિકા જારી કરી છે. વહીવટીતંત્રએ પણ સખ્તી વધારી છે. વર્ધા જિલ્લા કલેક્ટર પ્રેરણા એચ દેશભરે ગયા અઠવાડિયે કોરોના વાયરસના (Coronavairus) વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ અને કોલેજોને આગામી નોટિસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

— Rajesh Tope (@rajeshtope11) February 26, 2021

મહારાષ્ટ્રનું કોરોના બુલેટિન
મહારાષ્ટ્રમાં (Maharashtra) છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના 8,333 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના (Coronavairus) દર્દીઓની સંખ્યા વધીને 21,38,154 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાથી પ્રાંતમાં 48 લોકોનાં મોત થયાં છે. આ પછી અહીંનો કોરોના મૃત્યુઆંક 52,041 પહોંચી ગયો છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 4,936 દર્દીઓ સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,17,303 દર્દીઓ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મુંબઈની સ્થિતિ
છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઇમાં કોરોનાના 1,035 નવા કેસ નોંધાયા છે. આ સાથે મુંબઈમાં કોરોના (Mumbai Corona) પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 3,23,897 પર પહોંચી ગયો છે. મુંબઇમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમિતના કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 11,466 લોકોનાં મોત નીપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news