100-200 ના પેટ્રોલ માટે રેલીમાં જતા હો તો સાવધાન! હાઇકોર્ટ કોરોના હોસ્પિટલમાં સેવા કરાવશે

કોરોના કેસમાં ફરી એકવાર વધારો થતા હાઇકોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તે અંગેની સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા કોરોના વધતા કેસ અંગે સરકાર શું કરી છે તે અંગે તીખા સવાલો પુછ્યા હતા. મહાધિવક્તા કમલ ત્રિવેદીએ કર્યો હતો.  આ દરમિયાન ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, તમારી ઉજવણીઓના લીધે હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનવણીની આશા પર પાણી ન ફરી જાય તે જોવાની જવાબદારી તમારી છે. તમારા મેળાવડાઓમાં સોશિયલ ડિસ્ટન્સ તો ઠીક પરંતુ કોઇ માસ્ક પહેરવું પણ યોગ્ય સમજતું નથી. 

100-200 ના પેટ્રોલ માટે રેલીમાં જતા હો તો સાવધાન! હાઇકોર્ટ કોરોના હોસ્પિટલમાં સેવા કરાવશે

અમદાવાદ : કોરોના કેસમાં ફરી એકવાર વધારો થતા હાઇકોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તે અંગેની સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા કોરોના વધતા કેસ અંગે સરકાર શું કરી છે તે અંગે તીખા સવાલો પુછ્યા હતા. મહાધિવક્તા કમલ ત્રિવેદીએ કર્યો હતો.  આ દરમિયાન ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, તમારી ઉજવણીઓના લીધે હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનવણીની આશા પર પાણી ન ફરી જાય તે જોવાની જવાબદારી તમારી છે. તમારા મેળાવડાઓમાં સોશિયલ ડિસ્ટન્સ તો ઠીક પરંતુ કોઇ માસ્ક પહેરવું પણ યોગ્ય સમજતું નથી. 

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના અનુસાર સરકાર 47 ટકા કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે ઇલેક્શન અને ચૂંટણીના પરિણામોના પગલે કોરોના કેસોમાં વધારો થશે તો કાર્યકરો પાસે જ કોવિડ ડ્યુટી કરાવવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ફરજીયાત માસ્ક પહેરવાના નિયમના અમલીકરણ અંગે કડકાઇથી પાલન સરકારે કરાવવું પડશે. કમલ ત્રિવેદીએ જણાવ્યું કે, સરકાર અન્ય રાજ્યના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા અંગે વિચારી રહી છે. જો કે આટલા પ્રયાસો પુરતા નથી. 

સરકારે તત્પરતાથી કામ કરવું પડશે. હાલની સ્થિતી જોતા તે વધારે સ્ફોટક થાય તેવી શક્યતા છે. તમારી ઉજવણીના કારણે હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની આશા પર પાણી ન ફરી વળે તે જોવાની જવાબદારી સરકારની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાઓની ચૂંટણી બાદ અચાનક કોરોના કેસની સંખ્યા રાજાના રાજ કુમારની જેમ દિવસે નહી એટલી રાત્રે અને રાત્રે નહી એટલી દિવસે વધી રહી છે. તેવામાં સરકારની નિયત સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news