દેશને આતંકી હુમલાઓથી હચમચાવી નાખવાની તૈયારીમાં છે આ 36 આતંકીઓ, નામની યાદી જાહેર

બિહારમાં રહેતા લગભગ 3 ડઝન જેટલા આતંકીઓ દેશને હચમચાવી શકે છે. ગુપ્તચર વિભાગે 36 આતંકીઓની એક સૂચિ એટીએસ (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ)ને સોંપી છે.

દેશને આતંકી હુમલાઓથી હચમચાવી નાખવાની તૈયારીમાં છે આ 36 આતંકીઓ, નામની યાદી જાહેર

નવી દિલ્હી/પટણા (સંજયકુમાર): બિહારમાં રહેતા લગભગ 3 ડઝન જેટલા આતંકીઓ દેશને હચમચાવી શકે છે. ગુપ્તચર વિભાગે 36 આતંકીઓની એક સૂચિ એટીએસ (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ)ને સોંપી છે. જેને લઈને ગુપ્તચર વિભાગે એલર્ટ જાહેર કરી છે. વિભાગે એટીએસને જે આતંકીઓની સૂચિ સોંપી છે જેમની ઓળખ દેશના અલગ અલગ ભાગોમાંથી પકડાયેલા આતંકીઓએ કરી છે. વિભાગે જણાવ્યું કે ગણેશોત્સવ પર કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારના શિવનગરથી પકડાયેલો હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી કમરુજમા ત્યાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો. 

ગુપ્તચર વિભાગે બિહાર એટીએસને દેશના અલગ અલગ શહેરોને હચમચાવાના ષડયંત્ર રચી રહેલા 36 આવા બિહારી આતંકીઓની સૂચિ મોકલી છે. જેમાં તમામ આતંકીઓ પટણાની આસપાસના વિસ્તારોના છે. કહેવાય છે કે આ આતંકીઓ પોતાના આકાના ઈશારે આ દેશના કોઈ પણ ખૂણે જઈને આતંક ફેલાવી શકે છે. આ બાજુ ગુપ્તચર વિભાગે તો તમામ આતંકીઓના નામની યાદી પણ જાહેર કરી નાખી છે. 

એટલું જ નહીં બિહારમાં તહેવારો પર મોટી ઘટનાને અંજામ આપી શકે છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે ઘટનાને અંજામ આપતા પહેલા આતંકીઓ લારીવાળા જેવો વેશ ધારણ કરીને સ્થળની રેકી પણ કરી શકે છે. અવરજવર માટે સાર્વજનિક વાહનો જેવા કે બસ ટ્રેન વગેરેનો ઉપયોગ કરી શકે છે. આ માટે વિભાગે સીસીટીવી ફૂટેજ પર નિગરાની રાખવાની અને તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાની જરૂરિયાત ગણાવી છે. 

ગુપ્તચર વિભાગે જારી કરેલી યાદીમાંથી કેટલાક આતંકીઓના નામ....

1. શેખાવત અલી ઉર્ફે મુન્નાભાઈ, પિતા રહેમતુલ્લાહ ફુલવારી શરીફ, પટણા

2. રિયાઝુલ મુજાહિદ ઉર્ફે ખુશરૂભાઈ, પિતા યુસુફ મલિક, ફુલવારી શરીફ,  પટણા

3. જિયાઉદ્દીન અન્સારી ઉર્ફે જલાલુદ્દીન અન્સારી ઉર્ફે જિયાભાઈ, પિતા નઈમ અન્સારી, ફુલવારી શરીફ, પટણા

4. સૈયદ સાહ હસીન રજ્જા ઉર્ફે હબીબ રઝા, પિતા સ્વ. ફિરદૌસ રઝા, ફુલવારી શરીફ, પટણા

5. મો.શકીલ, પિતા અબુ મોહમ્મદ, ફુલવારી શરીફ,  પટણા

6. મંજર પરેવઝ, પિતા અબ્દુલ કયુમ, ફુલવારી શરીફ, પટણા

7. મોહમ્મદ જાવેદ, પિતા એસએમ અકીલ, દાનાપુર, પટણા

8. મો. અબરાર આરિફ, અમીન મંઝીલ, એક્ઝીબિશન રોડ, પટણા

9. મો. ઈતસામુલ હક, ખગૌલ, પટણા

તમામ આતંકીઓ મુસ્લિમ
બિહારના એડીજી મુખ્યાલય એસ કે સિંઘલે આ મુદ્દે વધુ વાત ન કરતા કહ્યું કે હાલ કઈ પણ કહેવું યોગ્ય નથી. કારણ કે અનેક રાજ્યોની પોલીસ તેના પર કામ કરી રહી છે. આ પૂર્વ ડીજીપી રામચંદર્ ખાન અને પૂર્વ ડીજીપી ડીએન ગૌતમે બિહારમાં આતંકી હુમલા થવાની વાતનો ઈન્કાર ન કરતા કહ્યું કે જરૂરી નથી કે બિહારી જ આતંકી હોય કારણ કે આતંકી ઘટનાઓ પહેલા પણ થતી રહી છે.  

અત્યાર સુધી પકડાયેલા તમામ આતંકીઓ મુસ્લિમ સમુદાયના જ છે. આથી આ અંગે એટીએસએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વર્ષ 2014માં નેપાળ સરહદે એનઆઈએ તરફથી ધરપકડ કરાયેલા સમસ્તીપુરના કલ્યાણપુર પ્રખંડના તહસીન અખ્તર ઉર્ફે મોનુ ઉર્ફે હસન ઉર્ફે મેનને પણ અનેક રહસ્યોનો પર્દાફાશ કર્યો છે. 

બિહારમાં અત્યાર સુધીની મોટી આતંકી ઘટનાઓ

રફીગંજ ટ્રેન દુર્ઘટના
10 સપ્ટેમ્બર 2002ના રોજ રફીગંજમાં હાવડા રાજધાની એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ. જેમાં 200 લોકો માર્યા ગયા હતાં અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતાં. નદીમાં ખાબકેલી ટ્રેનને પહેલા અકસ્માત ગણવામાં આવ્યો હતો અને તપાસમાં સ્પષ્ટ થયું કે તે એક આતંકી વારદાત હતી.

બોધગયા વિસ્ફોટો
7 જુલાઈ 2013ના રોજ બિહારમાં બીજી આતંકી વારદાતને અંજામ અપાયો. મહાબોધિ મંદિર પરિસરની ચારેબાજુ આઠ વિસ્ફોટ થયાં. જેમાં બે બૌદ્ધ સહિત 6 શ્રદ્ધાળુઓના મોત થયા અને પાંચ લોકો ઘાયલ થયા હતાં. 

પટણા બોમ્બ વિસ્ફોટ
27 ઓક્ટોબર 2013ના રોજ પટણાના ગાંધી મેદાનમાં ભાજપના વડાપ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદીની સભામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયાં. હુંકાર રેલીમાં ગાંધી મેદાનમાં લગભગ ચાર લાખ લોકો ભેગા થયા હતાં. આ આતંકી ઘટનામાં છ લોકોના મોત થયા હતાં. જ્યારે 85 લોકો ઘાયલ થયા હતાં. 

આરા કચેરી
23 જાન્યુઆરી 2015ના રોજ આરા કચેરી પરિસરમાં પણ આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં જ્યારે સાત લોકો ઘાયલ થયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news