26 કે 27 ઓક્ટોબર- આ વખતે કેમ છે ભાઇબીજની તારીખને લઇને અસમંજસ, જાણો સાચી તિથિ
Bhai Dooj: કેટલાક લોકો 26 ઓક્ટોબરના રોજ ભાઇબીજ ઉજવવાની વાત કરી રહ્યા છે તો કેટલાક 27 ઓક્ટોબરે આ તહેવાર ઉજવવી વધુ યોગ્ય ગણી રહ્યા છે. આખરે આ કંફ્યૂઝનની સ્થિતિ કેમ પેદા થઇ છે.
Trending Photos
Bhai Dooj Muhurat 2022: પાંચ દિવસીય દીપોત્સવ ધનતેરસથી લઇને શરૂ થાય છે અને ભાઇબીજના દિવસે સમાપ્ત થાય છે. આ વખતે ધનતેરસ, નાની દિવાળી અને ગોવર્ધનની તિથિઓને લઇને કનફ્યૂઝન છે. જ્યોતિષાચાર્યોની સલાહ આ મુદ્દે અલગ અલગ છે. કંઇક આવું જ ભાઇબીજ સાથે પણ થતું જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો 26 ઓક્ટોબરના રોજ ભાઇબીજ મનાવવાની વાત કરી રહ્યા છે તો કેટલાક 27 ઓક્ટોબરના રોજ આ તહેવારને મનાવવાને યોગ્ય માને છે. જાણો કઇ તારીખે ભાઇબીજ ઉજવવી યોગ્ય રહેશે.
જોકે આ વર્ષે કારતક શુક્લ બીજ તિથિ બુધવાર 26 ઓક્ટોબરના રો બપોરે 2:43 મિનિટથી શરૂ થઇને ગુરૂવારે 27 ઓક્ટોબરના રોજ 12:45 વાગ્યા સુધી રહેશે. એટલા માટે જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે આ બંને દિવસે ભાઇબીજ ઉજવવી યોગ્ય છે. હવે જાણીએ કે ભાઇબીજ ઉજવવાનું શુભ મુહૂર્ત ક્યારે છે.
26 ઓક્ટોબરના રોજ શુભ મુહૂર્ત
- ભાઇબીજ શરૂ થાય બાદ બપોરે 3:33 વાગ્યા પૂજા અને તિલકનું શુભ મુહૂર્ત.
- સાંજે 5:41 મિનિટથી સાંજે 6:07 મિનિટ ગોધુલિ મુહૂર્ત.
27 ઓક્ટોબરના શુભ મુહૂર્ત
- સવારે 11:07 મિનિટથી લઇને બપોરે 12:45 મિનિટ સુધી
- સવારે 11:42 મિનિટથી લઇને 12:27 મિનિ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. તેમાં ભાઇને તિલક કરવું ખૂબ જ શુભ રહેશે.
ભાઇબીજની કથા
પૌરાણિક કથાના અનુસાર કાતરક શુક્લ બીજ તિથિને યમુનાએ પોતાના ભાઇ યમરાજની લાંબી ઉમર માટે વ્રત રાખ્યું હતું અને તેમણે અન્નકૂટનું ભોજન કરાવ્યું હતું. તેનાથી પ્રસન્ન થઇને યમે વરદાન આપ્યું કે આ દિવસે જે પણ ભાઇ-બહેન એકસાથે યમુના નદીમાં સ્નાન કરેશે, તેમને મુક્તિ પ્રાપ્ત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે