208 શૈક્ષણિક વિદ્વાનોએ પીએમ મોદીને લખ્યો પત્ર, શિક્ષાના માહોલને ખરાબ કરી રહ્યાં છે લેફ્ટ વિંગના લોકો

આ પત્ર લખનારમાં હરિ સિંગ ગૌર યુનિવર્સિટીના કુલપતિ આરપી તિવારી, સાઉથ બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ એચસીએસ રાઠોડ અને સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી શિરીષ કુલકર્ણી સામેલ છે. 
 

208 શૈક્ષણિક વિદ્વાનોએ પીએમ મોદીને લખ્યો પત્ર, શિક્ષાના માહોલને ખરાબ કરી રહ્યાં છે લેફ્ટ વિંગના લોકો

નવી દિલ્હીઃ દેશના 200થી વધુ શૈક્ષણિક જગતના વિદ્વાનોએ પીએમ મોદીને પત્ર લખીને લેફ્ટ વિચારધારા સાથે જોડાયેલા લોકો પર શિક્ષણનો માહોલ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. પત્ર લખનાર લોકોમાં ઘણી પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર પણ સામેલ છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે લેફ્ટ વિંગના કાર્યકર્તાની મંડળી દેશમાં શૈક્ષણિક માહોલ ખરાબ કરવામાં લાગી છે. 

શૈક્ષણિક વિદ્વવાનોએ પોતાના પત્રમાં લખ્યું, 'અમારૂ માનવું છે કે વિદ્યાર્થી રાજનીતિના નામ પર અતિવાદી વામપંથી એજન્ડાને આગળ વધારવામાં આવી રહ્યો છે. હાલમાં જેએનયૂથી જામિયા અને એએમયૂથી જાધવપુર યુનિવર્સિટીમાં સામે આવેલા ઘટનાક્રમથી ખ્યાલ આવે છે કે કઈ રીતે શૈક્ષણિક માહોલને ખરાબ કરવામાં આવી રહ્યો છે. તેની પાછળ લેફ્ટ કાર્યકર્તાના એક નાના વર્ગનું તોફાન છે.'

પત્ર લખવામાં ઘણી યુનિવર્સિટીના VC પણ સામેલ
આ પત્ર લખનારમાં હરિ સિંગ ગૌર યુનિવર્સિટીના કુલપતિ આરપી તિવારી, સાઉથ બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ એચસીએસ રાઠોડ અને સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી શિરીષ કુલકર્ણી સામેલ છે. 'શિક્ષણ સંસ્થાઓમાં લેફ્ટ વિંગની અરાજકતા વિરુદ્ધ નિવેદન' શીર્ષક હેઠળ લખાયેલા પત્રમાં કુલ 208 શૈક્ષણિક વિદ્વાનોના હસ્તાક્ષર છે. 

લેફ્ટે લગાવી સેન્સરશિપ, ખુલીને બોલવુ થયું મુશ્કેલ
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શનો અને જેએનયૂમાં થયેલી હિંસા બાદ લખાયેલા પત્રને સરકાર તરફથી શૈક્ષણિક જગતનું સમર્થન મેળવવાનો પ્રયત્ન માનવામાં આવી રહ્યો છે. લેફ્ટ સમુહો પર હુમલો કરતા પત્રમાં લખવામાં આવ્યું છે કે લેફ્ટ વિંગ રાજનીતિ તરફથી લગાવેલી સેન્સરશિપને કારણે સ્વતંત્ર રૂપથી બોલવુ અને ઘણા જાહેર કાર્યક્રમો કરવા મુશ્કેલ થઈ ગયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news