કોંગ્રેસના ધારાસભ્યના સંબંધીની ભડકાઉ પોસ્ટથી બેંગલુરુમાં ભડકી હિંસા, 60 પોલીસ કર્મચારી ઘાયલ
અપમાનજનક પોસ્ટથી નારાજ લોકોએ પુલાકેશી નગર ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિ (Akhanda Srinivas Murthy) ના ઘર પર હલ્લાબોલ કર્યું હતું. લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા. જેના બાદ પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના નેતાના સંબંધીની સોશિયલ મીડિયામાં પોસ્ટને લઈને બેંગલુરુમાં મંગળવારે રાત્રે હિંસા ભડકી છે. હાલત કાબૂમાં કરવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં બે લોકોના માર્યા ગયાના સમાચાર મળ્યા છે, તો સાથે જ 60 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે કાર્યવાહી કરીને 110 લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અપમાનજનક પોસ્ટથી નારાજ લોકોએ પુલાકેશી નગર ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિ (Akhanda Srinivas Murthy) ના ઘર પર હલ્લાબોલ કર્યું હતું. શહેરના ડીજે હલ્લી અને કેજી હલ્લા પોલીસ વિસ્તારમાં જોરદાર બબાલ થઈ હતી. જેના બાદ પોલીસને સ્થિતિને કાબૂમાં કરવા માટે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.
બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું કે, ડીજી હલ્લી અને કેજી હલ્લી વિસ્તારમાં કથિત ફેસબુક પોસ્ટને લઈને હિંસા ભડકી હતી. આ દરમિયાન એક પોલીસ અધિકાર સહિત લગભગ 60 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.
With regard to incidents in DJ Halli, accused Naveen arrested for posting derogatory posts.. also total 110 accused arrested for arson, stone pelting and assault on police. APPEAL TO ALL TO COOPERATE WITH POLICE TO MAINTAIN PEACE.
— Kamal Pant, IPS (@CPBlr) August 11, 2020
કમિશનરના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ શેર કરનાર આરોપી નવીનની ધરપકડ કરવામાં આવી છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. તો સમગ્ર બેંગલુરુમાં ધારા 144 લાગુ કરી દેવાઈ છે.
જન્માષ્ટમીએ સવારથી ગુજરાતના 80 તાલુકામાં મેઘમહેર, જાંબુઘોડામાં 2 ઈંચ વરસાદ
ગૃહમંત્રી બસવરાજ બોમ્બઈ (Basavaraj Bommai) એ ઘટનાની નિંદ કરતા લોકોને કાયદા-વ્યવસ્થા બનાવી રાખવાની અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના એક સંબંધીની કથિત ભડકાઉ પોસ્ટ બાદ લોકો ભકડ્યા હતા. તેઓએ ધારાસભ્યના ઘર પર હુમલો પણ કર્યો હતો. આ દરમિયાન ઉપદ્રવીઓએ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ પર પથરાવ કર્યો હતો. ઘટનાના સમયે ધારાસભ્ય પોતાના ઘર પર હાજર ન હતા.
પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા. નારાજ લોકોએ બંને વિસ્તારોમા જોરદાર હલ્લાબોલ કર્યું હતું. જેના બાદ પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે