પેરોલ પર બહાર આવેલો 'ડોક્ટર બોમ્બ' ગુમ, 50થી વધુ બોમ્બ ધડાકામાં હતી સંડોવણી

દેશભરમાં 50થી વધુ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસોમાં દેષિત ડો.જલીસ અન્સારી (Dr.Jalees Ansari) ઉર્ફે ડોક્ટર બોમ્બ (Dr Bomb) ગુરુવાર સવારથી ગુમ છે. તે છેલ્લા 21 દિવસથી અજમેર (Ajmer) જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો.

પેરોલ પર બહાર આવેલો 'ડોક્ટર બોમ્બ' ગુમ, 50થી વધુ બોમ્બ ધડાકામાં હતી સંડોવણી

મુંબઈ: દેશભરમાં 50થી વધુ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસોમાં દેષિત ડો.જલીસ અન્સારી (Dr.Jalees Ansari) ઉર્ફે ડોક્ટર બોમ્બ (Dr Bomb) ગુરુવાર સવારથી ગુમ છે. તે છેલ્લા 21 દિવસથી અજમેર (Ajmer) જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. આતંકી ડો.જલીસ અન્સારી (Jalees Ansari) ના પેરોલની સમયમર્યાદા શુક્રવારે ખતમ થઈ રહી હતી. તેના બરાબર એક દિવસ અગાઉ તેના સંબંધીઓએ મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવા અંગેનો રિપોર્ટ નોંધાવ્યો છે. જલીસ અજમેર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. 

અન્સારીના પુત્રએ આ અંગે પોલીસને જાણ કરી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પેરોલના સમય દરમિયાન અન્સારીને રોજ સવારે સાડા 10થી 12ની વચ્ચે આગ્રીપાડી પોલીસ સ્ટેશન આવીને હાજરી પૂરાવવાનું કહેવાયું હતું. પરંતુ તે ગુરુવારે નક્કી સમયે પહોંચ્યો નહીં. અધિકારીના જણાવ્યાં મુજબ બપોરે અન્સારીનો 35 વર્ષનો પુત્ર જૈદ અન્સારી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પિતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી. 

જુઓ LIVE TV

ડોક્ટર  બોમ્બની કરતૂતો
જલીસ અન્સારી મુંબઈ સીરિયલ બોમ્બ વિસ્ફોટનો દોષિત છે.
જલીસ અન્સારી SIMI અને ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલો છે.
તે આતંકીઓને બોમ્બ  બનાવવાનું શીખવાડતો હતો. 
જલીસ અન્સારી ગુમ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. 
મહારાષ્ટ્ર એટીએસ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તેને શોધવામાં લાગી. 
આતંકી જલીસ અન્સારીની શોધમાં ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news