ઝાડ પર લટકતી હતી યુવાનની લાશ, અને લોકો આગળ સેલ્ફી પડાવી રહ્યા હતા...

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો, ત્યારે લોકો તેની આગળ ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા. સોશિયલ મીડિયાની લ્હાયમાં લોકો મોતનો મલાજો પણ જાળવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા જ વહેલી સવારે ગ્રામજનો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનેનો મૃતદેહ ઝાડ પર લટકતો જોઈ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરંતુ સોશિયલ મીડિયાના તૂતે મોતનો પણ મલાજો ના જાળવ્યો. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.  

ઝાડ પર લટકતી હતી યુવાનની લાશ, અને લોકો આગળ સેલ્ફી પડાવી રહ્યા હતા...

ભરત ચૂડાસમા/ભરૂચ :અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો, ત્યારે લોકો તેની આગળ ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા. સોશિયલ મીડિયાની લ્હાયમાં લોકો મોતનો મલાજો પણ જાળવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા જ વહેલી સવારે ગ્રામજનો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનેનો મૃતદેહ ઝાડ પર લટકતો જોઈ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરંતુ સોશિયલ મીડિયાના તૂતે મોતનો પણ મલાજો ના જાળવ્યો. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.  

અંકલેશ્વર સાગબારા ફાટક પાસે ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ગ્રામજનો જાણ થતા લોકો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની ધેલછામાં યુવાધન તદ્દન બેફકરી અને માનવતાની હદ પણ વટાવી રહ્યા છે. અંકલેશ્વર દઢાલ ગામ પાસે નવાગામ જતા માર્ગ પર સાગબારા ફાટક પાસે લીમડાના ઝાડ પર દઢાલ ગામના રહીશ ગિરીશ ઉકડ વસાવા નામના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. સવારે આ ઘટનાની જાણ ગ્રામજનોને કરવામાં આવતા લોકો દોડી આવ્યા હતા. જ્યા લોકો મૃતદેહ આગળ ઉભા રહી સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. અને તેના ફોટો પણ વાયરલ કર્યા હતા. 

બનાવની જાણ તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક યુવાને કયા કારણસર આપઘાત કર્યો તે બહાર આવ્યું નથી. પરંતુ આપઘાતની ઘટના સમયે સોશિયલ મીડિયાની ધેલછામાં લોકોની માનસિક વિકૃતિ સામે આવી હતી, જે સેલ્ફી સ્વરૂપે નજરે પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news