મહારાષ્ટ્ર: રાજભવન પહોંચી ગયો જીવલેણ વાયરસ, 18 કર્મચારી કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રમાં રાજભવન સુધી કોરોના વાયરસ (Corona Virus) પહોંચી ગયો છે. રાજભવનના કુલ 100 લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતાં જેમાંથી 18 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 100માંથી અત્યાર સુધી 55થી 57 લોકોના રિપોર્ટ આવ્યાં છે જ્યારે બાકીના રિપોર્ટ આવવાના બાકી છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજભવન સુધી કોરોના વાયરસ (Corona Virus) પહોંચી ગયો છે. રાજભવનના કુલ 100 લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતાં જેમાંથી 18 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 100માંથી અત્યાર સુધી 55થી 57 લોકોના રિપોર્ટ આવ્યાં છે જ્યારે બાકીના રિપોર્ટ આવવાના બાકી છે.
At least 18 people tested #COVID19 positive at Raj Bhavan (Governor's residence) in Mumbai, after they got themselves tested on their own. Brihanmumbai Municipal Corporation (BMC) to get them tested again: BMC Sources
— ANI (@ANI) July 12, 2020
અત્રે જણાવવાનું કે આ અગાઉ એક જૂનિયર ઈલેક્ટ્રિશિયન કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 100 લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં. જો કે રાહતની વાત એ છે કે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારી સ્વસ્થ છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ છેલ્લા 24 કલાકમાં 223 દર્દીઓના મોત થયા અને સંખ્યા વધીને હવે કુલ મૃત્યુઆંક 10,116 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 246600 કેસ નોંધાયા છે. જેમાંથી 99499 એક્ટિવ કેસ છે જ્યારે 136985 લોકો સાજા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે