15 ઓગસ્ટ: લાલ કિલ્લા પર સવારે 7:30 વાગે તિરંગો ફરકાવશે PM મોદી, જાણો સમગ્ર કાર્યક્રમ

પીએમ મોદી (PM Modi) શનિવારે દિલ્હીમાં લાલ કિલ્લા  (Lal Quila) પર સતત 7મી વાર તિરંગો ફરકાવશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા 74મા સ્વતંત્રતા દિવસ સમારોહનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

15 ઓગસ્ટ: લાલ કિલ્લા પર સવારે 7:30 વાગે તિરંગો ફરકાવશે PM મોદી, જાણો સમગ્ર કાર્યક્રમ

નવી દિલ્હી: પીએમ મોદી (PM Modi) શનિવારે દિલ્હીમાં લાલ કિલ્લા  (Lal Quila) પર સતત 7મી વાર તિરંગો ફરકાવશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા 74મા સ્વતંત્રતા દિવસ સમારોહનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું શિડ્યૂલ જાહેર થતાં જ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ કાર્યક્રમ સાથે જોડાયેલી તમામ જગ્યાઓ પર સુરક્ષા વધારી દીધી છે. 

મળતી માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી શનિવારે સવારે 7 વાગે પીએમ મોદી રાજઘાટ પહોંચશે અને મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ત્યાં લગભગ 10 મિનિટ પસાર કરશે તે લાલ કિલ્લા માટે રવાના થઇ જશે. સવારે 7:18 જ્યારે લાહોર ગેટ પર પીએમ મોદી નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે. ત્યાં રક્ષા મંત્રી અને રક્ષા સચિવ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. લાલ કિલ્લા પર પહોંચતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. 

ત્યારબાદ બરાબર 7:30 વાગે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. તિરંગો ફરકાવવાની સાથે જ ત્રણેય સેનાઓની સંયુક્ત ગારદ સેલ્યૂટ કરશે અને સેનાનું બેંડ રાષ્ટ્રગાનની ધૂન વગાડશે. આ સાથે જ 21 તોપોની સલામી આપવામાં આવશે. પીએમ મોદી 7:30 વાગે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધિત કરશે. સંબોધન બાદ એનસીસી કેડેટ રાષ્ટ્રગાન ગાશે. ત્યારબાદ રક્ષા મંત્રી સીડીએસ અને સેનાના ત્રણેય અંગોના પ્રમુખ પ્રધાનમંત્રીને લાલ કિલ્લા પરથી વિદાય આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news