Independence Day Special: શું ભારતની આઝાદી સાથે જોડાયેલી આ 10 વાતો તમે જાણો છો?
Independence Day Special: તમે સ્વતંત્રતા દિવસ વિશે અનેક વાતો સાંભળી હશે પરંતુ એવા અનેક તથ્યો છે જે કદાચ તમે નહીં જાણતા હોવ. આ રસપ્રદ અને આશ્રર્યજનક વાતો જાણીને તમને જરૂર નવાઈ લાગશે.
Trending Photos
Independence Day Special: સાત દસકા પહેલા 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. ભારતના ઈતિહાસમાં 15 ઓગસ્ટ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આપણો દેશ વિવિધતામાં એક્તાવાળો એક ધર્મનિરપેક્ષ દેશ છે. વિવિધ ધર્મના લોકો, વિવિધ ભાષા બોલતા લોકો, વિવિધ જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવનાથી રહે છે. તમે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી હશે, જેમણે દેશને આઝાદ કરવા પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી. તમે સ્વતંત્રતા દિવસ વિશે અનેક વાતો સાંભળી હશે પરંતુ એવા અનેક તથ્યો છે જે કદાચ તમે નહીં જાણતા હોવ. આ રસપ્રદ અને આશ્રર્યજનક વાતો જાણીને તમને જરૂર નવાઈ લાગશે.
1. આપણે સૌ જાણીએ છીએ કે બ્રિટિશ લોકોએ આપણા પર રાજ કર્યુ. પણ શું આપ જાણો છો કે બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની વેપાર કરવાના ઈરાદે ભારતમાં આવી હતી. આ કંપનીએ ચા, કોટન અને સિલ્કનો વેપાર કરતા કરતા ભારત પર જ કબજો જમાવી લીધો.
2. તમને ક્યારેક લાગતુ હશે કે 15મી ઓગસ્ટ જ સ્વતંત્રતા દિવસ કેમ?, તો જાણી લો કે આ નિર્ણય ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉંટબેંટને લીધો હતો. કારણ કે વર્ષ 1945માં આ જ દિવસે જાપાન બીજા વિશ્વ યુદ્ધના અંતમાં તેના સહયોગી દેશોના શરણે આવી ગયું હતું.
3. શું આપ જાણો છો 15મી ઓગસ્ટ ફક્ત ભારતનો જ નહીં અન્ય 5 દેશોમાં પણ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે, અને આ દેશ છે બહેરીન, દક્ષિણ કોરિયા, ઉત્તરી કોરિયા, લિક્ટેસ્ટીન અને કાંગો ગણરાજ્ય.
4. દેશને સ્વતંત્રતા મળી ગયા પછી ગાંધીજીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને ખતમ કરવાની યોજના બનાવી હતી. આ માટે તેમણે એક ડ્રાફ્ટમાં લખ્યુ હતુ કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને જે ઉદ્દેશ્ય માટે બનાવી તે મેળવી લીધો છે, તેથી હવે તેને ખતમ કરી દેવી જોઈએ.
5. આપણે બધા જાણીએ છીએ કે પંડિત જવાહરલાલ નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા, પણ શું આપ એ જાણો છો એ લોકોની પહેલી પસંદ નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલને નેહરુ કરતા વધુ વોટ મળ્યા હતા પણ નેહરુની ઈચ્છા બીજા નંબર પર રહેવાની નહોતી. આથી મહાત્મા ગાંધીએ વલ્લભભાઈ પટેલને સમજાવ્યા, જેને કારણે વલ્લભભાઈ પટેલ પાછળ હટી ગયા અને નેહરુ આઝાદ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા.
6. પ્રથમ પ્રધાનમંત્રી નેહરુને દુનિયાભરમાં સ્ટાઈલ આઈકોનના રૂપમાં જોવામાં આવતા હતા. તેમનું નેહરુ જેકેટ એટલુ પ્રખ્યાત હતુ કે તેમણે Vogue મેગેઝીનના કવર પર સ્થાન મેળવ્યું હતું.
7. સ્વતંત્રતા દરમિયાન ભારત પાસે કોઈ રાષ્ટ્રગાન નહોતુ. રવિન્દ્રનાથ ટાગોરે 'જન ગણ મન'ને વર્ષ 1911માં લખ્યું હતું અને તેને સત્તાવાર રીતે વર્ષ 1950માં અપનાવવામાં આવ્યું.
8. તમામ મહિલાઓ તરફથી સ્વતંત્ર ભારતની સંસદનું પ્રતિનિધિત્વ હંસા મહેતાએ કર્યું હતું.
9. વર્ષ 1947માં ભારત આઝાદ થયું ત્યારે ભારતીય એક રૂપિયાની કિંમત એક ડૉલરના જેટલી જ હતી, હાલ 70 રૂપિયાનો એક ડૉલર થઈ ગયો છે.
10. કાયદાકીય રીતે જોઈએ તો તિરંગો ફક્ત ખાદીના કપડાથી બનાવવો જોઈએ. ખાદી ડેવલોપમેન્ટ એન્ડ વિલેઝ ઈન્ડસ્ટ્રીઝ કમિશન પાસે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બનાવવાનો અધિકાર છે. જો કોઈ બીજા કપડા દ્વારા બનાવેલ ઝંડો લહેરાવવામાં આવે છે તો તેને કાયદાકીય રૂપે ત્રણ વર્ષની સજા થઈ શકે છે અને દંડ પણ લાગી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે