ભોપાલ: ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી જતા 11 લોકોના મોત, 5નો બચાવ 

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન 11 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. બોટમાં કુલ 19 લોકો સવાર હતાં. 

ભોપાલ: ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી જતા 11 લોકોના મોત, 5નો બચાવ 

ભોપાલ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન 11 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. બોટમાં કુલ 19 લોકો સવાર હતાં. 

પિપલાની વિસ્તારના લોકો ગણેશની મોટી પ્રતિમાના વિસર્જન માટે નાના તળવાના ખટલાપુરા ઘાટ પર આવ્યાં હતાં. જ્યાં મૂર્તિનું ક્રેનના સહારે તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સંતુલન ગુમાવતા બોટ પલટી ગઈ હતી. 

જુઓ LIVE TV

આ નાવમાં સવાર 16 લોકો ડૂબી ગયા હતાં જેમાંથી 5 લોકો તરીને તળાવમાંથી ઘાટ પર આવી ગયાં જ્યારે 11 લોકો ડૂબી ગયાં. સૂચના મળતા જ પોલીસ પ્રશાસન અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. છેલ્લે મળતી માહિતી મુજબ 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. 

જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ અકસ્માતની તપાસ હાથ ધરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news