100 Rupee Coin: 99 ટકા લોકોને ખબર નહીં હોય 100 રૂપિયાના સિક્કા વિશે આ માહિતી

100 Rupaye Ka Sikka: જે પ્રકારે કોઈ વિશેષ વ્યક્તિની યાદમાં સ્મારક બનાવવામાં આવે છે એ જ રીતે ભારતીય રિઝર્વ બેંક દેશના મહાપુરુષોની યાદમાં અનેક વિશેષ સિક્કા બહાર પાડે છે. સામાન્ય રીતે બજારમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય 100 રૂપિયાનો સિક્કો જોયો છે?

100 Rupee Coin: 99 ટકા લોકોને ખબર નહીં હોય 100 રૂપિયાના સિક્કા વિશે આ માહિતી

100 Rupaye Ka Sikka: જે પ્રકારે કોઈ વિશેષ વ્યક્તિની યાદમાં સ્મારક બનાવવામાં આવે છે એ જ રીતે ભારતીય રિઝર્વ બેંક દેશના મહાપુરુષોની યાદમાં અનેક વિશેષ સિક્કા બહાર પાડે છે. સામાન્ય રીતે બજારમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય 100 રૂપિયાનો સિક્કો જોયો છે? અહીં તમને  ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો 100 રૂપિયાનો સિક્કો જોવા મળશે અને તેની પાછળની રસપ્રદ કહાની પણ જાણવા મળશે. 

100 રૂપિયાનો સિક્કો
ભારતમાં બહાર પાડવામાં આવતા સિક્કાનો દેશની ઈકોનોમીમાં મોટો રોલ છે. સામાન્ય રીતે બજારમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે 100 રૂપિયના સિક્કા બહાર પાડ્યા છે જેને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીની યાદમાં મોદી સરકારે બહાર પાડ્યા હતા. સિક્કાની વિશેષતા એ છે કે તેની નીચેની બાજુ દેશના પૂર્વ પ્રધાનમંત્રીનું જન્મવર્ષ 1924 અને દેહાંતનો સમય 2018 છપાયેલા છે. તેની ઉપર વાજપેયીજીની એક તસવીર પણ છે. 35 ગ્રામના આ સિક્કાને બનાવવા માટે 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ, અને 5 ટકા જસતનો ઉપયોગ કરાયો છે. 

અત્રે જણાવવાનું કે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રનના જન્મના 100 વર્ષ થયા ત્યારે પણ ભારત સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રકારે અનેક બીજા મહાપુરુષો માટે પણ આવા સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. 

આ સિક્કા પણ બહાર પડ્યા છે
આ પ્રકારના યુનિક સિક્કાને સ્મારક સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. પહેલીવાર સ્મારક સિક્કાને દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ માટે વર્ષ 1964માં બહાર પાડવામાં આવ્યા હતા. ભારત સરકારે અત્યાર સુધીમાં 75 રૂપિયા, 100 રૂપિયા, 125 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયા અને 1000 રૂપિયાના સિક્કા બહાર પાડેલા છે. હવે તમે વિચારતા હશો કે આ માર્કેટમાં દેખાતા નથી તો પછી તેને કોણ લે છે. અત્રે જણાવવાનું કે આ પ્રકારના યુનિક સિક્કાને લોકો કલેક્ટ કરવાનું પસંદ કરે છે. તેમને તમે ભારત પ્રતિભૂતિ મુદ્રણ અને મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડ (Security Printing and Minting Corporation of India Limited: SPMCIL) ની વેબસાઈટની મદદથી ખરીદી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news