World Pulses Day: આ 4 જબરદસ્ત ફાયદા જાણીને તમે પણ કરશો દાળનું રોજેરોજ સેવન
Pulses Eating Health Benefits: દર વર્ષે 10 ફેબ્રુઆરીનો દિવસ વર્લ્ડ પલ્સ ડે તરીકે ઉજવાય છે. તેનો હેતુ દાળોને લઈને જાગૃતતા ફેલાવવાનો છે. તેની શરૂઆત 2019માં યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીએ કરી હતી. દાળ અસલમાં ઈટેબલ સીડ્સ હોય છે. જેને લેગ્યુમ્સ પણ કહેવાય છે.
Trending Photos
Pulses Eating Health Benefits: દર વર્ષે 10 ફેબ્રુઆરીનો દિવસ વર્લ્ડ પલ્સ ડે તરીકે ઉજવાય છે. તેનો હેતુ દાળોને લઈને જાગૃતતા ફેલાવવાનો છે. તેની શરૂઆત 2019માં યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીએ કરી હતી. દાળ અસલમાં ઈટેબલ સીડ્સ હોય છે. જેને લેગ્યુમ્સ પણ કહેવાય છે. તમે તમારા ડેઈલી ડાયેટમાં રોટલી કે ભાત સાથે દાળ જરૂર ખાતા હશો. પરંતુ શું તમે જાણો છો કે તે આપણા શરીર માટે કેમ જરૂરી છે. આવો દાળના ફાયદા વિશે જાણો.
દાળ ખાવાના ફાયદા
1. શરીરને મળે છે મજબૂતાઈ
આપણામાંથી મોટાભાગના લોકો એ વાતથી સારી રીતે વાકેફ છે કે દાળ પ્રોટીનનો રિચ સોર્સ છે. આથી શાકાહારી લોકો માટે તે મહત્વનો ડાયેટ છે. કારણ કે તેઓ માંસ, માછલી અને ઈંડા ખાતા નથી. પ્રોટીનના કારણે સ્નાયુઓ અને હાડકાને મજબૂતાઈ મળે છે. જેથી કરીને આપણું બોડી સ્ટ્રોંગ થાય છે.
2. પેટ માટે ફાયદાકારક
દાળમાં પ્રોટીન, ફાયબર, માઈક્રોન્યૂટ્રિયન્સ, અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. જેના કારણે આંતરડાને પોષણ મળે છે. જેનાથી ડાઈજેશનમાં મુશ્કેલી આવતી નથી. આવામાં કબજિયાત, અપચો અને એસિડિટીથી રાહત મળે છે.
3. વજન ઘટાડવામાં અસરકારક
દાળમાં ફાયબર, પ્રોટીન અને કોમ્પલેક્સ કાર્બોડાઈડ્રેટ હોય છે. જે તેને એક સુપરફૂડનો દરજ્જો આપે છે. તેનાથી શરીરને જરૂરી પ્રમાણમાં સ્ટાર્ચ મળે છે અને આ એનર્જીનું બર્નિંગ સ્લો થઈ જાય છે. આવામાં તે ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પછી તમે ભોજન ઓછું કરવા લાગો છો અને ધીરે ધીરે વજન ઓછું થાય છે.
4. હ્રદય માટે લાભકારી
રાજમા, મટર, કાબુલી ચણા અને મગની દાળને ડેઈલી ડાયેટમાં જરૂર સામેલ કરવા જોઈએ. તેના નિયમિત સેવનથી નસોમાં બેડ કોલસ્ટ્રોલનું વજન ઓછું થઈ જાય છે. જેનાથી હ્રદયની બીમારીઓનું જોખમ ઘણું હદ સુધી ઓછું થઈ જાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે