World Malaria Day: આ 6 સરળ ઉપાય તમને અને તમારા પરિવારને બચાવી શકે છે મલેરિયાથી

World Malaria Day: દર 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ મલેરિયા પ્રત્યે જાગૃતિ વધારવાનો અને તેનાથી બચાવના ઉપાયો અપનાવવા લોકોને પ્રોત્સાહિત કરવાનો હોય છે. આજે તમને તેના માટેના જ કેટલાક સરળ ઉપાયો જણાવીએ. જેની મદદથી તમે તમારા પરિવારને મચ્છર અને મલેરિયાથી બચાવી શકો છો. 

World Malaria Day: આ 6 સરળ ઉપાય તમને અને તમારા પરિવારને બચાવી શકે છે મલેરિયાથી

World Malaria Day: ભારત સહિત દુનિયાભરના દેશો માટે મલેરિયા ચિંતાનો વિષય છે. ખાસ તો ગરમ અને ભેજવાળું વાતાવરણ ધરાવતા દેશોમાં આ બીમારીના કેસ વધારે જોવા મળે છે. દર 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ મલેરિયા પ્રત્યે જાગૃતિ વધારવાનો અને તેનાથી બચાવના ઉપાયો અપનાવવા લોકોને પ્રોત્સાહિત કરવાનો હોય છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયાભરના દેશો માટે મલેરિયા આજે પણ એક ગંભીર જનસ્વાસ્થ્ય સમસ્યા છે. વર્ષ 2021 માં મલેરિયાના 24 કરોડથી વધુ કેસ સામે આવ્યા હતા જેમાંથી 6 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેથી મલેરિયાને લઈને સતર્કતા રાખવી જરૂરી છે. આજે તમને તેના માટેના જ કેટલાક સરળ ઉપાયો જણાવીએ. જેની મદદથી તમે તમારા પરિવારને મચ્છર અને મલેરિયાથી બચાવી શકો છો. 

મચ્છરદાનીનો કરો ઉપયોગ

મચ્છરનો ઉપદ્રવ હોય ત્યારે સુવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ખાસ તો નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આ ખૂબ જરૂરી છે. 

સફાઈ રાખો

પોતાના ઘરની આસપાસ હંમેશા સફાઈ રહે તે વાતનું ધ્યાન રાખો. ઘરની આસપાસ કોઈપણ વસ્તુમાં પાણી જમા ન થાય તે વાતનું ધ્યાન રાખો. પાણી જમા થતું હોય ત્યાં મલેરિયાના મચ્છર ઝડપથી વધે છે. 

આખા કપડા પહેરો

સાંજના સમયે બહાર જવાનું થાય ત્યારે આખા કપડા પહેરો. ખાસ તો જ્યાં મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં આખી સ્લીવના કપડા પહેરીને જ જવું.

મોસ્કિટો રેપેલેંટનો ઉપયોગ

ઘરમાં મચ્છર ભગાડતા મશીન રાખવા અને બહાર જવાનું થાય ત્યારે ખાસ તો બાળકોને મચ્છર ભગાડતી ક્રિમ લગાડી દેવી. જેનાથી મચ્છર કરડે નહીં.

બારી-દરવાજામાં જાળી

ઘરના બારી-દરવાજામાં મચ્છર જાળી લગાવવી જોઈએ. જેથી તમે દરવાજા ખુલ્લા રાખો તો પણ મચ્છર ઘરમાં આવતા અટકે.

આ વાતનું ખાસ રાખો ધ્યાન

આ તકેદારી રાખ્યા બાદ જો તમને તાવ, શરદી, થાક કે શરીરમાં દુખાવાના લક્ષણ દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. સાથે જ ઝડપથી સારવાર શરુ કરો. મલેરિયા જેવી બીમારીથી બચવાનો આ સૌથી ઉત્તમ રસ્તો છે સમય બગાડ્યા વિના સારવાર લેવાનો.  

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news