ડાયાબિટીસનો કાળ છે આ પહાડી શાક, વધેલા સુગર લેવલને ફટાફટ કરશે કંટ્રોલ, ઔષધીય ગુણોથી છે ભરપૂર
Sweet Ram Karela In Diabetes: ડાયાબિટીસના દર્દી ખાવામાં પહાડી રામકારેલાને જરૂર સામેલ કરો. આ શાક ખાવાથી સુગર લેવલ ઘટે છે અને ઘણી ગંભીર બીમારીનો ખતરો ઓછો થાય છે. આવો જાણીએ ડાયાબિટીસમાં કઈ રીતે ફાયદાકારક છે આ શાક?
Trending Photos
નવી દિલ્હીઃ આજકાલ ડાયાબિટીસ સામાન્ય બીમારી બની ગઈ છે. ઉંમર વધવા પર થનાર આ બીમારી હવે નાની ઉંમરના લોકોને સૌથી વધુ પરેશાન કરી રહી છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. સુગરના દર્દીઓએ ખાવામાં તેવી વસ્તુ સામેલ કરવાની હોય છે, જેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય. તે માટે એક પહાડી શાક રામકારેલા અસરકારક સાબિત થાય છે. રામકારેલા પહાડો પર મળનાર શાક છે, જેને લોકો મીઠા કારેલા પણ કહે છે. કેટલાક લોકો તેને પરબલના નામથી પણ ઓળખે છે. રામકારેલા ઘણા ઔષધીય ગુણોથી ભરેલું શાક ચે. ખાસ કરી ડાયાબિટીસના દર્દીઓ માટે તે દવાનું કામ કરે છે. જાણો રામકારેલા ખાવાથી શું ફાયદા થાય છે અને તે કઈ રીતે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે?
ડાયટિશિયન પ્રમાણે રામકારેલાનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ખુબ લો હોય છે. તેવામાં આ શાકભાજી ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમારૂ બ્લડ સુગર બાઉન્ડ્રી લાઇન પર છે તો તમે આ શાકને તમારી થાળીમાં જરૂર સામેલ કરો. રામ કારેલા ફુલ ઓફ ફાઇબર અને પોલીપેપ્ટાઇડ ગુણોથી ભરપૂર હોય છે. આ શાકમાં આયરનની માત્રા ખુબ વધુ હોય છે. ઇમ્યુનિટી વધારવા સિવાય રામ કારેલાના નિયમિત સેવનથી ઇંસુલિનમાં સુધાર આવે છે.
કઈ રીતે બને છે તેનું શાક
રામ કારેલા સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આવે છે. તેની ઉપર કાંટા જેવું લાગે છે. આ કારેલા ખાવામાં કડવા હોતા નથી. લોકો તેનો સૂપ અને જ્યુસ માટે ઉપયોગ કરે છે. તમે રામ કારેલાનું શાક સામાન્ય કારેલાની જેમ બનાવી શકે છે. પહાડો પર લોકો તેની ચટણી પણ ખાય છે.
રામ કારેલાના અન્ય ફાયદા
રામ કારેલા ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. રામ કારેલા ખાવાથી મોટાપો ઘટાડી શકાય છે. આ શાકમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ ભરપૂર હોય છે. જે ત્વચા માટે પણ ફાયદાકારક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે