Weight Loss Tips: વજન વધવાને કારણે બગડી ગયો છે બોડી શેપ? આજથી જ ડાયેટમાં સામેલ કરો આ ડ્રાયફ્રુટ
Dry Fruit For Weight Loss: તમામ ડ્રાય ફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે અખરોટના ફાયદા વિશે જાણતા હોવ તો તમે તેને રોજિંદા આહારમાં ચોક્કસથી સામેલ કરશો.
Trending Photos
Benefits Of Eating Walnut: ભારતમાં લોકોની જીવનશૈલી અને ખાવાની આદતો એવી છે કે જેના કારણે લોકોનું વજન વધુ જાય છે. પરંતુ સ્થૂળતા-મોટાપા એક એવી સમસ્યા છે કે લાંબા ગાળે તે હાઈ બીપી, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઉભું કરે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
વધતા વજનની ચિંતા
જ્યારે પેટ અને કમરની આસપાસ ચરબી વધવા લાગે તો સમજી લેવું કે રોજિંદો આહાર બદલવાનો સમય આવી ગયો છે અને તેમાં વિલંબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના મતે જો તમે રોજ અખરોટ ખાશો તો ધીમે-ધીમે વજન કંટ્રોલ થશે. ચાલો જાણીએ કે આ ડ્રાય ફ્રુટ તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે.
આ પણ વાંચો:
IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!
સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી Malaika Arora, જુઓ સિઝલિંગ વીડિયો
most expensive rice: આ છે દુનિયાના સૌથી મોંઘા ચોખા, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!
અખરોટ ખાવાના 10 મોટા ફાયદા
1. અખરોટમાં આયર્ન, કેલ્શિયમ, કોપર, પ્રોટીન, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ્સ, વિટામિન્સ અને ફોસ્ફરસ જેવા આવશ્યક પોષક તત્વો જોવા મળે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
2. જો અખરોટ એક વાર ખાવામાં આવે તો લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને એનર્જી જળવાઈ રહે છે, આ સ્થિતિમાં તે વધતા વજનને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
3. અખરોટ ખાવાથી યાદશક્તિ વધે છે, તેથી જ વિદ્યાર્થીઓને ખાવાની સલાહ આપવામાં આવે છે.
4. જો અખરોટનું નિયમિત સેવન કરવામાં આવે તો ડિપ્રેશન, ટેન્શન અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓ થતી નથી.
5. અખરોટ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય ખુબ સારું રહે છે અને હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચી શકાય છે.
6. આ ડ્રાય ફ્રૂટમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જેના કારણે કબજિયાત જેવી પેટની સમસ્યા થતી નથી.
7. અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી ચેપનું જોખમ ઓછું થાય છે.
8 અખરોટમાં લિનોલેનિક એસિડ હોય છે જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
9. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોવાથી તે ગર્ભવતી મહિલાઓ માટે ખુબ ફાયદાકારક છે.
10. અખરોટના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
What To Do On Dog Bite: જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ? એક્સપર્ટ પાસેથી જાણો
Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Budh gochar 2023: આગામી 17 દિવસ આ 2 રાશિઓ પર આવી શકે છે મુસીબત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે