શું તમે પણ ખાઈ રહ્યાં છો સિમેન્ટમાંથી બનેલું લસણ? વીડિયો જોઈને ઉડી જશે તમારા હોંશ

સામાન્ય રીતે દરેકના ઘરમાં વગારમાં લસણનો ઉપયોગ થતો હોય છે. લસણને કારણે રસોઈમાં સ્વાદ આવતો હોય છે. આયુર્વેદમાં તો લસણા ખાવાના ફાયદા પણ જણાવાયા છે. પણ તમને કહેવામાં આવે કે લસણ ખાવાથી તમારું લીવર, કીડની બધુ થઈ જશે ખતમ તો શું કહેશો...જાણો આ અહેવાલ વિગતવાર...

શું તમે પણ ખાઈ રહ્યાં છો સિમેન્ટમાંથી બનેલું લસણ? વીડિયો જોઈને ઉડી જશે તમારા હોંશ

ઝી બ્યૂરો, અમદાવાદઃ લસણ સાથે જોડાયેલી આ ઘટના છે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની. ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્રમાં લસણ ખાવાની પ્રથા વધારે છે. વડાપાઉંથી લઈને મરાઠી સ્પેશિયલ ચટણી ઠેંચા દરેકમાં લસણનો ઉપયોગ થાય છે. ત્યારે આરોગ્ય પ્રદ ગણાતું લસણ કઈ રીતે તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે એ જણાવતો કિસ્સા જાણવા જેવો છે. સાવચેત રહો! તમે સિમેન્ટમાંથી બનેલું લસણ તો નથી ખાતા, આ સમાચાર જોઈને તમે ચોંકી જશો.

 

લસણ ખરીદતા પહેલાં સાવચેત રહેવાની અપીલઃ
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં બનેલી આ ઘટનાથી બધા ચોંકી ગયા છે. તમને દેખાતું આ લસણ ભલે વાસ્તવિક લાગે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ લસણ સિમેન્ટનું બનાવટી લસણ છે. પરંતુ કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો લસણની ખરીદી કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરે છે.

આ લસણ અકોલાના બાજોરિયા નગરમાં વેચવામાં આવ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ લસણ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત સુભાષ પાટીલની પત્નીને વેચવામાં આવ્યું છે. શાકભાજી વેચવા આવેલા શેરી વિક્રેતાએ સિમેન્ટ ભરેલું લસણ વેચીને તેમને ફસાવ્યા છે.

જ્યારે આ ગૃહિણીએ લસણનો ઉપયોગ કરવા માટે તેને છોલી કાઢવાનું શરૂ કર્યું, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે સિમેન્ટનું બનેલું હતું. ખરેખર, આ દિવસોમાં લસણની કિંમત સમગ્ર દેશમાં આસમાને છે. આ દરમિયાન શાકભાજી માર્કેટમાં નકલી લસણ વેચાતા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે, જો કે આ પ્રકારની દાદાગીરી થઈ શકે નહીં અને થાય તો તે ખોટી વાત છે. આ સમાચાર જોઈને, હું આશા રાખું છું કે તમે શાકભાજી માર્કેટમાંથી શાકભાજી ખરીદતી વખતે પણ સાવચેતી રાખશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news