Home Remedies: આ 4 વસ્તુઓમાં ઘી ઉમેરી લેવાથી મટી જાય છે શરદી-ઉધરસ, 5 મિનિટમાં ખુલી જાશે બંધ નાક
Home Remedies: ઘીમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. દેશી ઘી કફને તોડવામાં મદદ કરે છે જેનાથી નાક બંધ થવાની સમસ્યા દૂર થાય છે. ચાલો તમને જણાવીએ કે શરદી-ઉધરસમાં ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો.
Trending Photos
Home Remedies: ભારતના ઘણા રાજ્યોમાં ગુલાબી ઠંડી પડવા લાગી છે. હવામાનમાં ફેરફારને કારણે લોકોને શરદી, ખાંસી, બંધ નાક અને ગળામાં ખરાશ જેવી સામાન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમને ખૂબ જ અસરકારક દેશી નુસખો જણાવીએ. આ નુસખાની મદદથી તમે શરદી અને બંધ નાકથી 10 મિનિટમાં છુટકારો મેળવી શકો છો. આ નુસખો અજમાવવા માટે ઘીનો ઉપયોગ થાય છે.
ઘીમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. દેશી ઘી કફને તોડવામાં મદદ કરે છે જેનાથી નાક બંધ થવાની સમસ્યા દૂર થાય છે. ચાલો તમને જણાવીએ કે શરદી-ઉધરસમાં ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો.
આ પણ વાંચો:
દૂધ સાથે ઘી
શરદી હોય તો દૂધમાં ઘી ઉમેરીને પીવાથી રાહત મળે છે. દૂધને ગરમ કરો અને તેમાં એક ચમચી ઘી અને થોડા અજમા ઉમેરો. રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવો. અજમા અને ઘી બંનેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી મટાડવામાં મદદ કરે છે.
ઘી અને કાળા મરી
ઘી અને કાળા મરીની ચા પીવાથી ગળાના દુખાવા અને ઉધરસથી રાહત મળે છે. એક કપ પાણીમાં એક ચમચી ઘી, બે ચપટી કાળા મરી અને થોડું આદુ ઉમેરો. તેને થોડી વાર ઉકાળો અને પછી તેને ગાળીને પી લેવું.
મધ અને ઘી
રાત્રે સૂતા પહેલા એક ચમચી ઘી અને મધ ચાટવાથી ઉધરસ મટે છે. મધ અને ઘી બંનેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ ગુણ કફને કાઢવામાં મદદ કરે છે. સૂતા પહેલા મધ અને ઘીનું મિશ્રણ લેવાથી છાતીમાં જામેલો કફ પણ સરળતાથી નીકળી જાય છે.
ઘી
જો શરદીના કારણે નાક બંધ છે તો હુંફાળા ગરમ ઘીના બે ટીપા નાકમાં નાખો. તેનાથી નાક ઝડપથી ખુલી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે