અમદાવાદ: દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ડે.મ્યુ. કમિશનર પર હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

Ahmedabad News:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ  અધિકારી પર હુમલો કરવામાં આવ્યો. દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા.

અમદાવાદ: દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ડે.મ્યુ. કમિશનર પર હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

હિતેન વિઠલાણી, અર્પણ કાયદાવાલા અમદાવાદ: અમદાવાદ શહેર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. સિવિલ નજીક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. 

મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ  અધિકારી પર હુમલો કરવામાં આવ્યો. દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા. અત્રે જણાવવાનું કે સિવિલની નજીકના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ટોળા દ્વારા દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. 

આરોપીને ઘરમાંથી દબોચ્યા
દબાણ ટીમ પર હુમલો કરનાર આરોપીઓની શોધખોળ કરીને અટકાયત કરવામાં આવી છે. હુમલો કરનારા 2ને પોલીસે તેમના ઘરમાંથી દબોચ્યા.

શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
અસારવામાં સિવિલ નજીક AMC ના ડેપ્યુટી કમિશનર પર જીવલેણ હુમલાનો મામલે 9 લોકો સામે નામજોગ સહીત કુલ 16 લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. એએમસીના આસિસ્ટન્ટ કમિશનર ફરિયાદી બન્યા છે. અત્રે જણાવવાનું કે અસારવા સિવિલ હોસ્પિટલ નજીક લારીઓના દબાણ હટાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. સ્થાનિક માથાભારે તત્વો એ એએમસીના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત અધિકારી હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

વધુ વિગતો માટે જુઓ Video

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news