જીભ પર આ 4 લક્ષણ જોવા મળે તો સમજી લો ખરાબ થઈ ગયું તમારું લિવર! જરાય ઈગ્નોર ન કરતા

લિવરમાં ખરાબી આવે તો આપણા શરીરમાં તેના લક્ષણો જોવા મળતા હોય છે. તેમાંથી કેટલાક લક્ષણો જીભ પર જોવા મળે છે. જેને ભૂલેચૂકે ઈગ્નોર ન કરવા જોઈએ. જાણો આ લક્ષણો વિશે...

જીભ પર આ 4 લક્ષણ જોવા મળે તો સમજી લો ખરાબ થઈ ગયું તમારું લિવર! જરાય ઈગ્નોર ન કરતા

Liver Disease Symptoms On Tongue: લિવર હંમેશા આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તે શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. આ સાથે જ ભોજનમાં પચતા  બાઈલ પ્રોટીન અને રેડ બ્લડ સેલ્સના નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવામાં લિવરનું સ્વસ્થ રહેવું ખુબ જરૂરી હોય છે. લિવલમાં કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો તેની અસર આખા શરીર પર પડે છે. લિવર સંલગ્ન સમસ્યાઓના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે ખોટી ખાણીપીણી, અને ખરાબ જીવનશૈલી. લિવરમાં ખરાબી આવે તો આપણા શરીરમાં તેના લક્ષણો જોવા મળતા હોય છે. તેમાંથી કેટલાક લક્ષણો જીભ પર જોવા મળે છે. જેને ભૂલેચૂકે ઈગ્નોર ન કરવા જોઈએ. જાણો આ લક્ષણો વિશે...

જીભ પર પીળી પરત જામવી
લિવરની બીમારી હોય તો જીભ પર જાડી પીળા રંગનિ પરત જામવા લાગે છે. મોટાભાગે લોકો તેને નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ તમારે તેને ઈગ્નોર કરવું જોઈએ નહીં. જીભ પર પીળી પરત જામવી એ ફેટી લિવર કે જોન્ડીસ જેવી સ્થિતિનો સંકેત હોઈ શકે છે. જો તમને એવા લક્ષણો જોવા મળે તો આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લો. 

જીભ પર દાણા આવવા
લિવરની પરેશાની હોય તો જીભ પર નાના નાના દાણા આવી જતા હોય છે. હકીકતમાં જ્યારે લિવર બરાબર કામ ન કરે તો શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી શકતા નથી અને તેના કારણે જીભ પર નાના નાના દાણા જેવું આવવા લાગે છે. આવી સ્થિતિમાં પણ તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

વારંવાર જીભ સૂકાઈ જવી
લિવર સંલગ્ન પરેશાની હોય તો લાળ ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. તેના કારણે જીભની નીચે ડ્રાયનેસ મહેસૂસ થાય છે. જો પૂરતા પ્રમાણમાં પાણી પીવા છતાં પણ તમને વારંવાર મોઢામાં સૂકાપણાનો અહેસાસ થાય તો તમારે ડોક્ટરને મળીને તપાસ કરાવવી જોઈએ. 

જીભ ફાટેલી મહેસૂસ થવી
લિવરની પરેશાની હોય તો જીભ પર તિરાડ કે જીભ ફાટેલી જેવી લાગે છે. જો તમને આવા લક્ષણ જોવા મળે તો તરત ડોક્ટરની સલાહ લઈ લેવી. તે લિવરની ગંભીર પરેશાનીનો સંકેત આપે છે. 

લિવર સંબંધિત કોઈ પણ પરેશાની હોય તો શરીરમાં લક્ષણો જોવા મળે છે. જો તમને પણ જીભ પર આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જેથી કરીને યોગ્ય સમયે સારવાર શરૂ થઈ શકે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news