Gut Cleaning Tips: પેટ સાફ રાખવાની આ છે સૌથી નેચરલ રીત, ઘણી ગંભીર બીમારીઓ રહેશે દૂર

Health Tips: જો તમે જાણવા માંગો છો કે કઈ રીતે તમે તમારા પેટની નેચરલ સફાઈ કરી શકો છે તો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચો...

Gut Cleaning Tips: પેટ સાફ રાખવાની આ છે સૌથી નેચરલ રીત, ઘણી ગંભીર બીમારીઓ રહેશે દૂર

Stomach Cleaning Tips: એવું કહેવામાં આવે છે કે, જો માણસનું પેટ સારૂ રહે તો તેનું આખુ શરીર સ્વસ્થ રહે છે. પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે જરૂરી છે તમારા મોટા આંતરડાને હેલ્ધી રાખો. આ માટે કોલોન (મોટા આંતરડા) ને સાફ રાખવું ખુબ જ જરૂરી છે નહીં તો પેટના અનેક રોગ થાય છે. આ એટલા માટે થયા છે કેમ કે, કોલોનમાં ખુબ જ ગંદકી ભરાઈ જાય છે જેના કારણે શરીરમાં અડધાથી વધુ બીમારીઓ જન્મે છે. જોકે, તમારું કોલોન સાફ છે તો તમે ઘણી ગંભીર બીમારીઓને દૂર રાખી શકો છો. પેટ સાફ રાખવાથી શરીરમાં મેટાબોલિઝમ સિસ્ટમ બૂસ્ટેડ રહે છે. તો તમે કોઈપણ રીતે તમારા પેટની નેચરલ સફાઈ કરી શકો છો. આવો આ વિશે જાણીએ...

હુંફાળું પાણી
આંતરડા સાફ રાખવા માટે હુંફાળું પાણી ફાયદાકારક છે. દરરોજ સવારે ઉઠીને ઓછામાં ઓછા બે ગ્લાસ હુંફાળું પાણી તમારે જરૂર પીવું જોઇએ. પેટની નેચરલ સફાઈ કરવા માટે આ એક ખુબ સારી રીત છે.

દૂધ
દૂઘથી આંતરડાની યોગ્ય સફાઈ થાય છે. તમે દરરોજ સવારે નાશ્તાના સમયે એક ગ્લાસ દૂધ જરૂર પીવો. મિલ્કમાં કેલ્શિયમ મળે છે જે આપણા હાડકાઓને મજબૂત કરવામાં મદદ કરે છે.

વેજીટેબલ જ્યૂસ
શાકભાજીના જ્યૂસ આંતરડાને સારી રીતે સાફ કરે છે અને તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે. તમે બીટ, કારેલા, આદુ, ગોળ, ટામેટા અને પાલક વગેરેના જ્યૂસ પી શકો છો.

હાઈ ફાઈબર
તમારે હાઈ ફાઈબર ફૂડ જેવા કે, સફરજન, નારંગી, કાકડી અથવા એલોવેરાને તમારા ડાયટમાં સામેલ કરવું જોઇએ. ફાઈબર રિચ ફૂડ પેટને ખુબ સારી રીતે સાફ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news