બાળકોની શરદી-ખાંસી દૂર કરવા અપનાવો આ ઘરેલૂ ઉપાય

ઘરેલુ ઉપચાર બાળકોની શરદી-ખાંસીમાં રાહત પહોંચાડી શરદી ખાંસીમાં રાહત આપી તેમની રોગપ્રતિકારક શક્તિને શક્તિશાળી બનાવે છે. 

બાળકોની શરદી-ખાંસી દૂર કરવા અપનાવો આ ઘરેલૂ ઉપાય

નવી દિલ્હી: દર વર્ષે હજારો નવજાત તથા નાના બાળકો, ખાસકરીને નબળા રોગ પ્રતિકારક શક્તિના લીધે, શરદી-ખાંસીનો શિકાર થાય છે. મોટાભાગના બાળકો, પોતાના જીવનના પ્રથમ વર્ષમાં જ લગભગ સાત વખત આ સમસ્યાનો ભોગ બને છે. 

બાળકો જીવાણુયુક્ત વાતારવણ અથવા સંક્રમણવાળી વ્યક્તિની નિકટતાને લીધે અલગ-અલગ પ્રકારના સંક્રમણ ફેલાવનાર રોગાણુઓના સંપર્કમાં આવે છે. બિમાર બાળકની કાળજી, મા-બાપ તથા તેમની દેખભાળ કરનારાઓ માટે સમાન રીતે મુશ્કેલી બની શકે છે. 

અમેરિકન બાળ-રોગ એકેડમી છ વર્ષની ઓછી ઉંમરના બાળકોને શરદી-ખાંસીની દવાઓ આપવાની ના પાડે છે. કારણ કે આ દવાઓ ઘાતક દુષ્પરિણામોની સંભાવના હોય છે. આ વિપરિત પરીસ્થિતિઓમાં પ્રાકૃતિક રીતે જ ઉપચાર કરવો શ્રેષ્ઠ છે. ઘરેલૂ ઉપચાર બાળકોની શરદી-ખાંસીમાં રાહત પહોંચાડી તેમની રોગપ્રતિકારક શક્તિને શક્તિશાળી બનાવે છે. 

તેમછતાં જો તમારું બાળક ત્રણ મહિનાથી નાની ઉંમરનું છે અને તાવથી પીડાય છે તો તમારા ડોક્ટરની સાથે ચર્ચા કરો. બાળકોની શરદી-ખાંસી માટે નવ કારગર ઉપાય: 

સ્પંજ-સ્નાન
નાના બાળકોને તાવ ઓછો કરવા માટે તથા શરીરના તાપમાનને વિનિયમિત કરવા માટે, તેમને દિવસમાં બે થી ત્રણ વખત ઠંડા પાણી અથવા સ્પંજ-સ્નાન કરાવો. સ્પંજને રૂમના તાપમાનના બરાબર તાપમાનવાળા પાણીમાં પલાળી તેના વધારાના પાણીને નિચોવી લો. અને પછી બાળકોના તાપમાનને ઓછું કરવા માટે તેના હાથ-પગ, ખભા અને તેના કમરના નીચેના ભાગને સાફ કરો. એક અન્ય વિકલ્પ મુજબ તમે તમારા માથા પર પલાળેલી પટ્ટી પણ રાખી શકો છો. પલળેલી પટ્ટીને થોડી મિનિટોના અંતરે બદલતા રહો. (નોંધ: વધુ પડતા ઠંડા પાણીનો ઉપયોગ ના કરો આ શરીરના આંતરિક તાપમાનમાં વધારો કરી શકે છે.)

લીંબૂ
એક કઢાઇમાં ચાર-લીંબૂનો રસ, તેના છિલકા અને એક ચમચી આદૂની ચીરી  લો. તેમાં પાણી નાખો જેથી બધા અવયવો તેમાં ડૂબી જાય. તેને ઢાંકીને 10 મિનિટ સુધી રાખો. આ પ્રકારે તૈયાર પાણીને અલગ કરી લો. હવે તરલ પાણીમાં એટલી જ માત્રામાં ગરમ પાણી તથા સ્વાદ માટે મધ મિક્સ કરો. બાળકોને આ પ્રકારે તૈયાર કરેલ ગરમ લીંબૂ પાણીને દિવસમાં કેટલીકવાર પીવડાવો. 

આદું
છ કપ પાણીમાં, અડધો કપ બારી કાપેલું આદુની ચીરીઓ તથા તજના બે નાના ટુકડાને 20 મિનિટ સુધી ધીમા તાપે સેકો. પછી તેને ગાળીને ખાંડ અથવા મધ મિક્સ કરી દિવસમાં કેટલીકવાર બાળકને પીવડાવો. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બરાબર માત્રામાં ગરમ પાણી મિક્સ કરી પીવડાવો.

મધ
એક વર્ષ કે પછી તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે, જે શરદી-ખાંસીથી પીડિત હોય, મધ એક સુરક્ષિત ઉપચાર છે. બે ચમચી કાચુ મધ અને એમ ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. દર એક કલાકના અંતરે પીવડાશો તો રાહત મળશે. એક ગ્લાસ ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી ખાંસી તથા છાતીમાં રાહત મળે છે. (નોંધ નોંધ: એક વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ખાંડના બદલે મધ મિક્સ કરો. )

ગરમ સૂપ
એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ગરમ સૂપ પણ એક સારો વિકલ્પ છે. આ હળવો તથા પોષક હોય છે, તથા છાતીમાં જામેલા કફ અને બંધ નાકમાંથી છુટકારો અપાવે છે. તેમાં ઉપસ્થિત એંટીઓક્સીડેંટ ઠીક થવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. તમે બાળકોને દિવસમાં બે-ત્રણ વખત પિવડાવી શકો છો. 

સંતરા
સંતરામાં હાજર વિટામિન-સી શ્વેત રક્ત કોશિકાઓનું નિર્માણ વધારવામાં મદદરૂપ છે. આ કોશિકાઓ તાવ-શરદીના રોગાણુઓ સામે લડે છે. સંતરું રોગપ્રતિકારક શક્તિને  દ્રઢતા પ્રદાન કરીને ખાસી, ગળાના દુખાવાને નાકમાંથી વહેતા પાણીને સમસ્યામાં રાહત પહોંચાડે છે. બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને દરરોજ એકથી બે ગ્લાસ સંતરાનો રસ પીવડાવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news