Income Tax રિટર્ન ફોર્મમાં થઇ રહ્યો છે ફેરફાર, તમને મળશે જોરદાર ફાયદો

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીબીડીટીએ આજે કહ્યું કે સરકાર દ્વારા 30 જૂન 2020 સુધી આપવામાં આવેલી વિભિન્ન સમયસીમા વિસ્તારનો પુરો ફાયદો ટેક્સપેયરને સુનિશ્વિત કરવવા માટે રિટર્ન ફોર્મમાં જરૂરી ફેરફાર કર્યા છે

Income Tax રિટર્ન ફોર્મમાં થઇ રહ્યો છે ફેરફાર, તમને મળશે જોરદાર ફાયદો

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ વચ્ચે સોમવારે સારા સમાચાર આવ્યા છે. આ વખતે તમને તમારા રિટર્નમાં ફાયદો મળવાનો છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે સીબીડીટી (CBDT) નાણાકીય વર્ષ 2019-20 (આકલન વર્ષ 2020-21) માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મમાં ફેરફાર કરી રહી છે, જેને આગામી મહિના અંત સુધી ઇશ્યૂ કરી દેવામાં આવશે. તેનાથી ઇનકમ ટેક્સ પેયર કોરોના વાયરસ સંકટના લીધે વિભિન્ન સમયસીમા વિસ્તારનો પુરો લાભ ઉઠાવી શકશે. 

સમયસીમાનો થઇ રહ્યો છે વિસ્તાર
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીબીડીટીએ આજે કહ્યું કે સરકાર દ્વારા 30 જૂન 2020 સુધી આપવામાં આવેલી વિભિન્ન સમયસીમા વિસ્તારનો પુરો ફાયદો ટેક્સપેયરને સુનિશ્વિત કરવવા માટે રિટર્ન ફોર્મમાં જરૂરી ફેરફાર કર્યા છે, જેથી ટેક્સપેયર એક એપ્રિલ 2020 થી 30 જૂન 2020 સુધીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી લેણદેણ નાણાકીય વર્ષ 2019-20ના રિટર્ન ફોર્મમાં લાભ લઇ શકે છે. 

ટેક્સપેયરને એપ્રિલ-જૂન 2020 સમયગાળા માટે કરવામાં આવેલા રોકાણ અને લેણદેણનો લાભ ઉઠાવવાની અનુમતિ આપવા માટે રિટર્ન ફોર્મમાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેના હેઠળ 2019-20માં રોકાણ અથવા ચૂકવણીને લઇને સમયસીમા વધારીને 30 જૂન 2020 કરી દેવામાં આવી છે. 

આ પ્રકારે જરૂરી ફેરફારો બાદ ઇનકમ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે, અને નાણાકીય વર્ષ 2019-20ના લાભ લઇ શકાશે. કોવિડ-19 મહામારીના લીધે સરકારે ઇનકમ ટેક્સ અધિનિયમ 1961 હેઠળ કરાધાન અને અન્ય કાયદા (કેટલીક જોગવાઇઓમાં છૂટૅ) અધ્યાદેશ, 2020 દ્વારા વિભિન્ન સમયસીમાઓ આગળ વધારી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news